- શ્રાવણ મહિનો આવતા રાજકોટમાં બટાકાની માગ વધી
- યાર્ડમાં દરરોજ 3 લાખ કિલોથી વધુની આવક
- લોકો ઉપવાસ અને એકટાણાં કરતાં વધી જાય છે ફરાળ
રાજકોટ: શ્રાવણ મહિનો આવતા પરંપરાગત રીતે લોકો ઉપવાસ અને એકટાણાં કરતા હોય છે. જેને લઇને આ દિવસોમાં ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જ્યારે મોટાભાગની ફરાળી વાનગીઓમાં બટાકાની હાજરી જોવા મળે છે. ત્યારે જ્યારે બટાકાની આવક વધતા ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે.
બટાકાનો શ્રાવણ મહિનામાં વધુ ઉપયોગ
શ્રાવણ મહિનામાં ઉપવાસ અને એકટાણાં હોય એવામાં ફરાળી વાનગીઓ પણ લોકો મોટા પ્રમાણમાં આરોગે છે. ત્યારે શ્રાવણ મહિના નિમિત્તે રાજકોટ યાર્ડમાં બટાકાની આવકમાં વધારો થયો છે. જ્યારે બટાકાની માગ પણ શહેરમાં વધુ જોવા મળી રહી છે. એવામાં હાલ દૈનિક ત્રણ લાખ કિલોગ્રામ કરતાં વધુ બટાકાની આવક નોંધાઇ રહી છે. જ્યારે બટાકાની આવક વધુ નોંધાતા ભાવમાં પણ રૂ.10 થી 15નો ઘટાડો જોવા મળી રહ્યો છે.