ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોંડલની યુવતીએ અમેરિકાના ટેક્સાસમાં મેળવ્યો ‘વુમન ઓફ ધ યર’નો એવોર્ડ - national news

રાજકોટઃ જિલ્લાના ગોંડલની યુવતી લીના જોશી છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી છે. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ ખાતે હિબા એન્ટરટેઇનમેન્ટ અને માય ડ્રીમ એન્ટરટેઈનમેન્ટ દ્વારા વુમન ઓફ ધ યર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગોંડલની લીના જોશીએ પણ નોમીનેશન કરાવ્યું હતું. તેમાં તેણીએ 'વુમન ઓફ ધ યર'નો એવોર્ડ મેળવી ગોંડલ સાથે દેશને ગૌરવ અપાવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 8:00 PM IST

'વુમન ઓફ ધ યર' એવોર્ડ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન દ્વારા લીના જોષીને એનાયત કરવામાં આવ્યો હતો. લીના જોશી દ્વારા વુમન એન્વાયરમેન્ટ અને ઇમેજ કન્સલ્ટિંગના કાર્યમાં યોગદાન આપવામાં આવી રહ્યું છે, હાલ તે ત્યાંના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ઈમેજ કન્સલ્ટીંગ દ્વારા કોચિંગ આપી રહ્યા છે. તે બ્યુટી ઈમેજીનના કન્ટેનસ્ટંટને પણ ગ્રૂમિંગ પ્રોવાઇડ કરી રહ્યા છે.

સ્પોટ ફોટો

તાજેતરમાં જ યોજાયેલી મિસ સાઉથ એશિયા વર્લ્ડના આયોજનમાં તેમણે જજ તરીકે ફરજ નિભાવી હતી. તેમણે પોતાના કામ અને અચિવમેન્ટથી ગોંડલનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું હતું. તેના ભાઈ વિમલ જોશી ગોંડલ કોર્ટમાં ફરજ બજાવેછે અને તેમના માતા નિવૃત શિક્ષિકા છે. સાત સમુંદર પાર પુત્રીની સિદ્ધિથી પરિવાર સહિત ગોંડલ ગૌરવ અનુભવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details