- રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને ભાડામાં વધારો કર્યો
- ડીઝલના ભાવો વધવાના કારણે લીધો નિર્ણય
- ભાડામાં 10થી 15 ટકાનો વધારો કર્યો
રાજકોટ: દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે સામાન્ય જનતા પર વધુમાં વધુ મોંઘવારીનો બોજો પડી રહ્યો છે. આગામી દિવસોમાં ડીઝલના ભાવ વધવાના કારણે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા પણ ગાડીઓના ભાડામાં પણ 10થી 15 ટકાનો ભાવ વધારો કર્યો છે. જ્યારે હજુ પણ ડીઝલના ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Rajkot Transport Association)દ્વારા આગામી દિવસોમાં પણ ફરી આ ભાવ વધારો કરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સતત ડીઝલના ભાવ વધવાના કારણે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે આગામી સોમવારથી રાજકોટમાં લાગુ પડશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે તો તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે.
આવતા સોમવારથી ભાડામાં 10થી 15 ટકાનો વધારો
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Rajkot Transport Association) દ્વારા તાજેતરમાં જ એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં વધતાં ડીઝલના ભાવને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન આગામી સોમવારથી ટ્રાન્સપોર્ટમાં ચાલતી ગાડીઓના ભાડામાં 10થી 15 ટકાનો વધારો કરવાની એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે આગામી સોમવારથી સમગ્ર રાજકોટમાં લાગુ પડી જશે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન ભાડામાં 10 થી 15 ટકાનો ભાવ વધારો થશે ત્યારે ટ્રાન્સપોર્ટમાં આવતી જતી તમામ ચીજવસ્તુઓના ભાવ પણ તેની સીધી અસર જોવા મળશે એટલે કે આગામી દિવસોમાં જીવન જરૂરી વસ્તુઓના પણ ભાવ વધવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
રાજકોટમાં અંદાજે 900 જેટલા ટ્રાન્સપોર્ટરો