ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Tragic incident: બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનિએ કર્યું અગ્નિસ્નાન

યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને પોતાને બાથરૂમમાં પેટ્રોલ છાંટી સળગાવી લીધી હતી. જોકે સમગ્ર મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Rajkot Tragic incident: બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનિએ કર્યું અગ્નિસ્નાન
Rajkot Tragic incident: બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીનિએ કર્યું અગ્નિસ્નાન

By

Published : Apr 1, 2022, 3:39 PM IST

રાજકોટ: હાલમાં રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ(GHSEB) દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ(Standard 10 and 12 exams) લેવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાંથી દુઃખદ ઘટના(Tragic incident from Rajkot) સામે આવી છે. જેમાં રાજકોટ શહેરમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન(student fire bath in bathroom) કરી લેતાં ચકચાર મચી ગઈ છે. નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

નાપાસ થવાના ડરથી વિદ્યાર્થિનીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો:પાટણ અગ્નિસ્નાનઃ યુવકના મોત બાદ વિવાદિત દિવાલ તોડી અંતિમ યાત્રા નીકળી

રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીની - મળતી માહિતી મુજબ ધોરણ 10માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીએ ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital) ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી(She was in exam depression) જઈને પોતાને સળગાવી લીધી હતી. જોકે સમગ્ર મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:ધોરણ-10નું ઓછું પરિણામ છતા નવસારી રાજ્યમાં પાંચમા ક્રમે

વિદ્યાર્થીનીને પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હતું - રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં પરીક્ષા દેવા માટે તેનો નંબર આવ્યો હતો. મૃતકના વિદ્યાર્થીનીના પિતા ડ્રાઇવિંગ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધોરણ-10 બોર્ડની હાલ પરીક્ષા આપતી વિદ્યાર્થીનીને પેપર નબળા જતા અગ્નિસ્નાન કર્યું હતું.

મૃતદેહને સ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો - આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. તેમજ પંચનામાની કાર્યવાહીની સાથો સાથ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે PM રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં PMની પ્રક્રિયા પૂર્ણ થતા મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details