ગુજરાત

gujarat

ETV Bharat / city

સંપૂર્ણ લોકડાઉન અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવા રાજકોટ વેપારી એસોસિએશનની માગ - આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો

રાજકોટમાં કોરોનાના કારણે વેપારીઓની હાલત ગંભીર બની છે. ત્યારે, વેપારી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર આગામી દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન કરે અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય જાહેર કરે તેવી માંગ કરી છે.

સંપૂર્ણ લોકડાઉન અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવા રાજકોટ વેપારી એસોસિએશનની માંગ
સંપૂર્ણ લોકડાઉન અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવા રાજકોટ વેપારી એસોસિએશનની માંગ

By

Published : May 11, 2021, 6:03 PM IST

  • આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી
  • સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરે તેવી માંગ
  • વેપારીઓને કોરોનાથી કામ ધંધા બંધ હોવાના કારણે આર્થિક નુકસાની

રાજકોટઃરાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાના કેસ વધતા મીની લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં, આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, અન્ય કપડાં, ફૂટવેર, હેર સલૂન, ઇલેક્ટ્રોનિક સહિતની દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે, આવતીકાલે 12 તારીખના રોજ આ મીની લોકડાઉન પૂર્ણ થવાનું છે. જેને લઈને રાજકોટના અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં સંપૂર્ણ લોકડાઉન કરે અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય જાહેર કરે તેવી માંગ કરાઈ છે.

સંપૂર્ણ લોકડાઉન અથવા તમામ દુકાનો ખુલ્લી રાખવા રાજકોટ વેપારી એસોસિએશનની માંગ

આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર

વેપારીઓની સંપૂર્ણ લોકડાઉનની કરાઈ માંગ

રાજ્યમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ, મીની લોકડાઉન દરમિયાન પણ કોરોનાના કેસમાં જોઈએ તેટલો ઘટાડો આવ્યો નથી. જ્યારે, મીની લોકડાઉન હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર આટા મારતા જોવા મળે છે. જેને લઇને રાજકોટના વેપારી એસોસિએશને સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી છે. આ સાથે, એવું પણ જણાવ્યું છે કે, કોરોનાથી કામ ધંધા બંધ હોવાના કારણે આર્થિક નુકસાની વેઠી રહ્યાં છીએ. ત્યારે, સરકારે મીની લોકડાઉન જાહેર કર્યું છે. જેને લઇને અમને ઘણી નુકસાની થઈ રહી છે.

આ પણ વાંચો:કોંગ્રેસના 10 વધુ કાર્યકર્તાની પોલીસે કરી અટકાયત

એકને ગોળ અને એકને ખોળ જેવી સરકારની નીતિ

મીની લોકડાઉનમાં રાજ્ય સરકારે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે શાકભાજી અને ફ્રુટની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. જ્યારે, કપડા માર્કેટ, ફુટવેરની દુકાનો, બાર્બર શોપ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી આપી નથી. જેને લઇને વેપારી એસોસિએશને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારની નીતિ કોરોના સમયે એકને ગોળ અને એકને ખોળ જેવી છે. સરકાર કા તો સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે, કા તો તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપે તો તેમને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details