- રાજકોટ પુરવઠા વિભાગે પાડ્યો દરોડો
- ગેરકાયદે બાયોડીઝલ વેચતાં લોકો પર દરોડા
- દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાયોડીઝલનું વહેંચાણ જરતા ઈસમો પર તવાઈ બોલાવવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને વહીવટીતંત્રના પુરવઠા વિભાગ અને પોલીસ દ્વારા ગેરકાયદે બાયોડીઝલ વેચાણ કરતા સ્થળોએ દરોડા પડવામાં આવી રહ્યાં છે. એવામાં
રૂપિયા 1,71,20,000 કિંમતનો જથ્થો સીઝ કરાયો
રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા એક જ દિવસમાં કુલ 3 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 2,42,000 લીટર બાયો ડીઝલનો જથ્થો તથા ટેન્કર મળી કુલ રૂપિયા 1,71,20,000 ( એક કરોડ એકોતેર લાખ વીસ હજાર)ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે વધુ કાર્યવાહી પણ કરાઈ રહી છે. જ્યારે પુરવઠા વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી શકે છે.
રાજકોટ જિલ્લા પુરવઠા કચેરી તથા મામલતદાર રાજકોટ તાલુકાની સંયુક્ત ટીમે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતા અનેકસ્થળે દરોડા પાડ્યાં ત્રણ જેટલા સ્થળોએ પાડવામાં આવ્યો દરોડોપુરવઠા વિભાગ દ્વારા આજે વિવિધ જગ્યાએ તપાસણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ જગ્યાએથી બાયોડીઝલનો વેપાર કરતાં વેપારીઓ ઝડપાયાં છે. જેમાં ખેરડી ગામ ખાતે પૂર્વેશ અમૃતલાલ પતોડીયાના બી.એન પેટ્રોલિયમ ખાતે 2- ટેન્કર તથા 32000 લીટર બાયો ડીઝલ મળી કુલ 45,00,000 રૂપિયા, મારુતિ પેટ્રોલિયમ - માલિયાસણ ખાતે ભરતભાઈ વી.રામાણીના પમ્પ પર 1,05,000લીટર જેની કિંમત આશરે રૂ.63,00,000 તેમજ બજરંગ ટ્રેડિંગ રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક - ધમલપર, દીપેશભાઈ મેહતાને ત્યાં સીઝ કરાયેલ જથ્થો 1,05,000 લીટર જેની કિંમત રૂપિયા 63,00,000 જેટલી થવા જાય છે.
દરોડાની કામગીરી હજુ પણ શરૂ રખાશેરાજકોટ પુરવઠા વિભાગ દ્વારા માત્ર 3 જગ્યાએ જ દરોડા પાડીને આટલી મોટી માત્રમાં ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો છે. આ જગ્યાઓ પર હજુ પણ તપાસણી કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આગામી દિવસોમાં પુરવઠા વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પણ આ પ્રકારે બાયોડિઝલ અંગે કાર્યવાહી કરવામાં આવશે.