ગુજરાત

gujarat

માત્ર 15 સેકન્ડમાં LIVE મોતનો ખેલ, Video Viral

By

Published : Aug 22, 2022, 10:27 PM IST

Updated : Aug 22, 2022, 10:51 PM IST

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોક પાસે આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને ટ્રક નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે. શું છે આત્મહત્યાના મોટા ભાગના કારણો જાણો આ અહેવાલમાં. Rajkot Suicide Case CCTV Footage Video Viral Rajkot Greenland Chowk

ચાલતા ટ્રક હેઠળ ઝંપલાવી યુવાને જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
ચાલતા ટ્રક હેઠળ ઝંપલાવી યુવાને જિંદગી ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

રાજકોટશહેરની ગ્રીનલેન્ડ ચોક (Rajkot Greenland Chowk) પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મૃત્યું નિપજ્યાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. જેના આધારે PSI ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાં તપાસ કરતા ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આત્મહત્યા (Rajkot Suicide Case ) કર્યો હોવાનું CCTV ફુટેજના (CCTV Footage Video Viral ) આધારે બહાર આવ્યું હતું.

ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મૃત્યું

આત્મહત્યાનું કારણ આ બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

CCTV ફૂટેજ વાયરલરાજકોટ શહેરમાં યુવકે કરેલા આ જાહેરમાં આત્મહત્યા કર્યાનો કિસ્સો (A Case of Public suicide) સામે આવ્યો છે. જેમાં શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મુકી જિંદગી ટૂંકાવી છે. આ આત્મહત્યાની દિલધડક ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માત્ર થોડીક જ ક્ષણમાં આ યુવાને પોતાની જિંદગીનો અંત લાવી લીધો છે. હાલ યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આવા અનેક કિસ્સો સુરતમાં બન્યા છે. જ્યાં વાત નાની છે પણ તેમના પાછળ માનસિક રીતે પીડાવાનું (People Suffer Mentally ) કારણ મોટું નજરે આવે છે. એવાજ અમુક કિસ્સાઓ છે જેમકે,

  1. શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપા સોસાયટીમાં 18 વર્ષીય ગૌતમ મુકેશ પૌનિકર જે હાલ BCAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેણે બિલ્ડિંગના 11 માળેથી મૃત્યુની છલાંગ લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી હતી.
  2. આત્મહત્યા બાદ યુવકને હજૂ હોસ્પિટલ જ લાવ્યા હતા, ત્યાંતો સાથે આવેલી મહિલાએ પણ પડતું મુક્યું
  3. વડોદરામાં યુવા એન્જિનીયરે તેની કંપનીમાં જ જીવનનું અંતિમ પગલું ભર્યાની ઘટના સામે આવી છે.
  4. અમદાવાદમાં રહેતા રમીઝ શેખ સાથે નફીસાનો પ્રેમ સંબંધ તૂટી જતાં તે આઘાતમાં સરી પડી હતી. જે બાદ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.
  5. રાજકોટ શહેરના આજીડેમ ચોક રહેતા અને ફ્રુટના ધંધાર્થી મનોજ વૈઠાએ ઝેર પીને આત્મહત્યા કરી લીધાની એક ઘટના સામે આવી હતી. આ બનાવમાં તેને મરી જવા માટે મજબૂર કરનારા અને વ્‍યાજખોરી આચરનારા 4 શખ્‍સો વિરૂધ્‍ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.

પરિવારમાં વાતચીતની ઉણપ ઘણી બધી વખત આજના સમયના નવયુવકો જિંદગીથી હારી નજીવી બાબતમાં પડતું મૂકી આત્મહત્યા કર્યા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. એવામાં આત્મહત્યામાં મુખ્ય કારણ વાતચીતની ખામી ગણવામા આવે છે. જેમાં લોકો પોતાના નજીકના પરિવારજનોથી અમુક વાત ન કરી (Lack of communication in the family) આત્મહત્યાના પગલાં વિશે વિચારે છે. આજના સમયે શિક્ષીત વર્ગ વધુ જોવા મળે છે છતાં બાળકો વિચારવાન બનવાની જગ્યાએ વ્યાકુળ બનતા નજરે આવે છે. જેને કારણે ભીષણ પરિસ્થિતિમાં તેઓ વાતચીતને (Communicate in Dire Situations) માધ્યમ ન આપી પોતાની રીતે નિર્ણય લેવા મજબૂર થઇ જાય છે.

Last Updated : Aug 22, 2022, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details