રાજકોટ: જિલ્લા SP બલરામ મીણાએ લોકડાઉન દરમિયચાન રાજકોટમાં પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં તેમણે શાકભાજી અને ફૂટની લારીઓ કોઈપણ એક સ્થળ પર ઉભી રાખવાને બદલે અલગ-અલગ સોસાયટીમાં જઇને શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરવા અંગે કહ્યું હતું. જેથી કરીને લોકોને ઘરની બહાર ન નિકળવું પડે.
રાજકોટમાં લોકડાઉન, SP બલરામ મીણાએ કર્યું પેટ્રોલિંગ - corona virus
રાજયમાં કોરોના વાઇરસના 33 કેસ પોઝિટિવ છે. ગુજરાતને કોરોના વાઇરસને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લા SP બલરામ મીણીએ ગોંડલમાં પેટ્રોલિંગ કર્યું હતું.
રાજકોટ
સમગ્ર રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારે બલરામ મીણાએ લોકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમિયાન અનાજ- કરિયાણા, શાકભાજી, દૂધ તેમજ મેડિકલની દુકાનોને ખુલ્લી રાખવામાં આવી છે. જેથી લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે.
બલરામ મીણાએ કહ્યું કે, સરકારી કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ તેમજ મીડિયાના મિત્રો પોતે સુરક્ષિત રહેશે, તો બીજાને સુરક્ષા પૂરી પાડી શકશે. લોકોએ જરૂરી હોય, ત્યારેજ બહાર નીકળવવું.
Last Updated : Mar 24, 2020, 2:45 PM IST