- ધોરણ 11માં એડમીશન આપવા મામલે તંત્ર એક્શનમાં
- 15 કરતા વધુ ખાનગી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી
- વાલીઓ લેખિત ફરિયાદ કરશે તો કાયદેસર કાર્યવાહી
રાજકોટ: જિલ્લાની ખાનગી શાળાઓમાં માર્કશીટ વગર ધોરણ 11માં એડમીશન આપવા મામલે ગુરૂવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં, તેમણે જણાવ્યુ હતું કે, 15 કરતા વધુ ખાનગી શાળામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટમાં શાળાઓએ 10માં ધોરણની માર્કશીટ વગર જ 11માં ધોરણમાં આપ્યા એડમિશન આ પણ વાંચો:માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ આપશે માર્કશીટ
3 શાળાઓએ ફી વસૂલી હોવાની મળી હતી ફરિયાદ
ખાનગી શાળાઓએ ફી વસૂલી હોવાની ફરિયાદ મળી હતી. આથી, તપાસ કરવામાં આવતા યોગ્ય પુરાવાઓ મળ્યા નથી. ફી વસુલ કરવામાં આવી હોય તો વાલીઓ લેખિત ફરિયાદ કરશે તો કાયદેસર કાર્યવાહી કરાશે - જિલ્લા શિક્ષણાધિકારી
આ પણ વાંચો:સરકારના આદેશ પહેલા જ સુરતમાં ધોરણ 11માં એડમીશન, જિલ્લા શિક્ષણ અધિકારી મૌન
વાલીઓ લેખિત ફરિયાદ કરશે તો કાયદેસર કાર્યવાહી
રાજ્ય સરકારની ગાઇડલાઇન્સ પહેલા જો કોઈ શાળા ધોરણ 11ના એડમીશન આપી ફી વસુલ કરશે તો તે શાળા સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. આ સાથે ધોરણ 11માં જરૂર પડ્યે વર્ગો પણ વધારી એડમીશન આપવામાં આવશે. ફી વસુલ કરવામાં આવતી હોયની વાલીઓ લેખિત ફરિયાદ કરશે તો કાયદેસર કાર્યવાહી કરાશે. - જિલ્લા શિક્ષણાધિકારી