- રાજકોટમાં એક સ્કૂલે વાલીને ફટકારી મસમોટી નોટિસ
- 20 પેઇજની શો કોઝ નોટિસ ફટકારી હોવાનું આવ્યું સામે
- સ્કૂલની છબી ખરડતાં હોવાનો કર્યો આક્ષેપ
રાજકોટઃ રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સ્થિત મોદી સ્કૂલમાં ભણતાં બાળકના વાલીને 20 પેઇજની નોટિસ આપવામાં આવી હતી. અવારનવાર મોદી સ્કુલ વિવાદોમાં આવી રહી છે. નોટિસમાં સાત દિવસમાં નોટિસનો જવાબ નહી આપો તો તેમના સંતાનને સ્કૂલમાંથી કાઢી મૂકીશું તેવી ચીમકી પણ આપી હતી. આંદોલન કરતા વાલીઓના સંતાનોને પ્રવેશ આપવાની સ્કૂલે મનાઈ ફરમાવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ ગ્રામ્ય પોલીસ હત્યાના આરોપી અંગે માહિતી આપનારને 15 હજારનું ઈનામ આપશે
જિલ્લા શિક્ષણ અધિકારીને પાસે આવી કોઈ માહિતી નથી
ત્યારે સમગ્ર મામલે મીડિયા સમક્ષ જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલા પાસે આવી કોઈ માહિતી નથી. સ્કૂલમાં કોઈ બીજી કોઇ સમસ્યાના કારણે નોટિસ આપી છે કે કેમ તે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જો આવી કોઈ બાબત સામે આવશે તો અમે કાર્યવાહી કરીશું અને જરૂર પડ્યે સ્કૂલની માન્યતા પણ રદ કરવાની કાર્યવાહી હાથ ધરીશું. હાલ શિક્ષણ અધિકારી સુધી આવી કોઈ ફરિયાદો નથી તેવો પણ ખુલાસો કર્યો હતો.