ગોંડલ: રાજકોટ : ગોંડલ શહેરમાં વધતી જતી ગુનાખોરીને કાબૂમાં લેવા માથાભારે ઈસમોની યાદી તૈયાર કરવા અંગે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત બે ઈસમોની યાદી તૈયાર કરી કલેક્ટર રેમ્યા મોહનને સોંપવામાં આવી અને જરૂરી કાર્યવાહી કરી PASA હેઠળ જેલભેગા કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોંડલના બે માથાભારે શખ્સો રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા PASA હેઠળ જેલભેગા - ગોંડલના માથાભારે તત્વો જેલભેગા
રાજકોટ ગ્રામ્યમાં આવેલા ગોંડલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા માથાભારે ઇસમોની યાદી તૈયાર કરી તેમને PASA હેઠળ જેલહવાલે કરવાનો હુકમ કરતા LCB દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગોંડલના બે માથાભારે શખ્સો રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા PASA હેઠળ જેલભેગા
પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ જિલ્લામાં LCB PI એમ.એન. રાણા, મહેશભાઈ જાની, અનિલ ગુજરાતી સહિતના પોલીસ સ્ટાફે જુનેદ ઉર્ફે જુમખો હબીબભાઇ કારવા તથા રજાક ઉર્ફે ધમો અબુભાઇ કાથરોટીયાને જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરના આદેશ મુજબ પાસા હેઠળ પકડી સુરત લાજપોર જેલ હવાલે કર્યા હતા.