- અમદાવાદ ખાતે ઢોર બજારમાં ચોરેલા પશુઓ વેચતા હતા
- સગા-સંબંધીને ત્યાં રોકાઈ આજુબાજુના વિસ્તારમાંથી ચોરતા હતા પશુ
- હ્યુમન રિસોર્સીસ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે ચોરને ઝડપ્યા
રાજકોટ: જિલ્લાના જસદણ (jasdan) તાલુકાના કમળાપુર ગામે રાજકોટ રૂરલ LCB (rajkot rural lcb) પોલીસ દ્વારા પશુ ચોરતા 3 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાત એમ છે કે ગત તારીખ 23 ઑક્ટોબર 2021ના રોજ ભાડલા પોલીસ સ્ટેશન (bhadla police station)ના કમળાપુર ગામે ભીમજીભાઇ હરીભાઇ વઘાસિયા દ્વારા તેઓની વાડામાં બાંધેલી 2 ભેંસો કોઇ અજાણ્યા વ્યક્તિઓ ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પહેલા પણ ઘેટા-બકરા તથા ભેંસ ચોરીમાં પકડાયા હતા
આ ફરિયાદને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસને હ્યુમન રિસોર્સીસ દ્વારા મળેલી સચોટ બાતમીને આધાર આગાઉ પણ પશુચોરીના ગુનાઓમાં સંડોવાયેલા લોકો ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના કમળાપુર ગામના વિસ્તારમાં દેખાતા હતા, જેના કારણે LCB રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર એ.આર. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે. રાણા દ્વારા ધોળકા ગામના પ્રવિણ માથાસુરિયા અને ખેડા ગામના અજય માથાસુરિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ પણ પ્રવિણ અને અજય ઘેટા-બકરા તથા ભેંસ ચોરીમાં પકડાયા હતા.
મહેમાનગતિ માણીને કરતા હતા ચોરીઓ