ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં દાખલારૂપ ઉદાહરણ, નિવૃત શિક્ષિકાના અંતિમસંસ્કાર પડોશી મહિલાઓએ કર્યા ! - gujaratinews

રાજકોટ : શહેરના રાજારામ સોસાયટીમાં નિવૃત મહિલા શિક્ષક રહેતા હતા. જ્યારે મહિલા શિક્ષકનું મૃત્યુ થતા તેમના બિનવારસી મૃતદેહને સોસાયટીની જ મહિલાઓ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહમાં સોસાયટીની માત્ર મહિલાઓ જ હાજર રહીને અંતિમક્રિયા કરવામાં આવી હતી.

રાજકોટમાં નિવૃત શિક્ષિકાની પાડોશી મહિલાઓએ કરી અંતિમ વિધી

By

Published : Jun 30, 2019, 9:19 AM IST

રાજકોટની રાજારામ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી લલિતાબેન નામના નિવૃત શિક્ષિકા રહેતા હતા. આ નિવૃત શિક્ષિકાનો પરિવાર વારસ ન હોવાના કારણે વિસ્તારવાસીઓ દ્વારા જ તેમની સાર સંભાળ રાખવામાં આવતી હતી. તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેમનું 63 વર્ષે અવસાન થતાં વિસ્તારની મહિલાઓ દ્વારા જ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

લલિતા બહેનની સાર સંભાળ અને અંતિમવિધિ ઓન પાડોશી મહિલા દ્વારા કરવામાં આવતા મહિલાઓએ પણ પોતાનો પાડોશી હોવાનો ધર્મ નિભાવ્યો હતો. ઘણા લોકો એકલવાયું અને નિવૃત જીવન જીવતા હોય છે. ત્યારે તેમની સર સંભાળ રાખનાર કોઈ હોતું નથી. ત્યારે રાજકોટની આ મહિલાઓ અન્ય લોકો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ છે.

ABOUT THE AUTHOR

...view details