ગુજરાત

gujarat

ETV Bharat / city

આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય - rajkot local news

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો છે. ત્યારે સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠલવાતા ડેમ છલોછલ થયો છે. જેથી આ વખતે રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય.

આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય
આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય

By

Published : Mar 26, 2021, 8:38 AM IST

Updated : Mar 26, 2021, 1:44 PM IST

  • રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય
  • રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો
  • જો કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાય તો રિપેરીંગ સુધી પાણી બંધ રાખવામાં આવી શકે

રાજકોટ: ઉનાળામાં ડેમ છલકાતાં ભાગ્યે જ જોવા મળે, પરંતુ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવામાં આવ્યો છે. ત્યારે નવનિયુક્ત મેયર પ્રદીપ ડવ દ્વારા આજી ડેમને વધાવામાં આવ્યો છે. આ વખતે રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય. છેલ્લા પખવાડીયામાં વગર વરસાદે ડેમની સપાટી 16 ફૂટથી 28 ફૂટ પર પહોંચી છે. જોકે, સૌની યોજના અંતર્ગત નર્મદા નીર ઠલવાતા ડેમ છલોછલ થયો છે. ડેમમાં નર્મદાના પાણીનો 550 MCFT જથ્થો ઠાલવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:કચ્છમાં ઉનાળામાં પાણીની તંગી નહી સર્જાય

રાજકોટના લોકોને ઉનાળામાં પણ નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરાશે

આ વખતે રાજકોટવાસીઓનો ઉનાળો આસાનીથી નીકળી જશે તેવું સ્પષ્ટ જણાય છે. રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓને ઉનાળામાં પણ નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે. સાથે જ ખાતરી આપી હતી કે, રાજકોટના લોકોને પાણી તંગીને કારણે પાણીકાપનો સામનો નહીં કરવો પડે. જોકે, કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાય તો રિપેરીંગ સુધી પાણી બંધ રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો:ઉનાળાની શરૂઆતમાં જ માળિયા તાલુકાના અનેક ગામમાં પાણીની સમસ્યા

Last Updated : Mar 26, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details