ગુજરાત

gujarat

રાજકોટ પોલીસ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડને આપશે

By

Published : Mar 30, 2020, 2:22 PM IST

હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાઇરસની મહામારીમાંથી પસાર થઇ રહીં છે, ત્યારે રાજકોટ પોલીસે પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે માહિતી આપી હતી.

ETV BHARAT
રાજકોટ પોલીસ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડને આપશે

રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી છે. જેથી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેલિબ્રિટીઝ, ક્રિકેટર અને ઉદ્યોગકારો આ વાઇરસની મહામારીને પહોંચી વળવા માટે દાન આપી રહ્યાં છે. આ મામલે હવે રાજકોટ પોલીસ પણ આગળ આવી છે અને પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે.

આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમામ પોલીસ કર્મીઓએ ભેગા મળીને આ નિર્ણય લીધો છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી બનીને કોરોના વાઇરસની મહામારીમાં અમે એક દિવસનો પગાર આપીને સહભાગી બનશું.

ABOUT THE AUTHOR

...view details