- રાજકોટમાં પોલીસે (Rajkot Police) ભેળસેળવાળું દૂધ (Adulterated milk) ઝડપી પાડ્યું
- પોલીસે ભેળસેળવાળું દૂધ (Adulterated milk) લઈને આવતી બોલેરો ગાડીને પકડી પાડી
- પોલીસે (Police) ડ્રાઈવર રાજા ગોગનભાઈ ટોળિયાની પણ કરી ધરપકડ
રાજકોટઃ શહેરની યુનિવર્સિટી પોલીસે પંચાયતનગર ચોક પાસેથી બોલેરો ગાડીને રોકી હતી. પોલીસે ગાડીમાંથી 1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે. આ સાથે જ ડ્રાઈવર રાજા ગોગનભાઈ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટની પેડક રોડ પર આવેલી શિવશક્તિ ડેરી અને પેલેસ રોડ આશાપુરા ડેરી આપવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ દૂધનું સેમ્પલ લઈને તેને તપાસ માટે વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.
1 હજાર લિટર ભેળસેળવાળું દૂધ (Adulterated milk) ઝડપાયું
રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, શહેરમાં વિવિધ જગ્યાઓએ ભેળસેળવાળું દૂધ વેંચવામાં આવી રહ્યું છે. આના કારણે પોલીસે પંચાયતનગર ચોક પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી નીકળતી ગાડીમાં 2 ટાંકી ભેળસેળવાળું દૂધ ભર્યું હોવાની વાત સામે આવતા પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. આમાંથી અંદાજે 1 હજાર કરતાં વધુ લિટરનો દૂધનો જથ્થો મળી આવ્યો હતો. આ દૂધનો નમૂનો લઈને પોલીસ દ્વારા તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો-રાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું