ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2019, 10:57 AM IST

ETV Bharat / city

રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોને આપ્યા સૂચન

રાજકોટ: શહેરમાં સોમવારે સાંજે હેમુગઢવી હોલમાં પોલીસ દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પોલીસે રાજકોટવાસીઓ પાસેથી ટ્રાફિક અંગેના સૂચનો લીધા હતા.

Rajkot police organized seminar for traffic awareness
Rajkot police organized seminar for traffic awareness

રાજકોટમાં હાલની ટ્રાફિકની સમસ્યા જોતા પોલીસે આ અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં લોકોએ પોતે પણ રાજકોટમાં ટ્રાફિકની પરિસ્થિતિ અંગે પોલીસ અધિકારીઓને સવાલો પૂછ્યા હતા. પોલીસે પણ લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.

રાજકોટમાં પોલીસે ટ્રાફિક અંગેનો સેમિનાર યોજ્યો, લોકોએ આપ્યા સૂચન

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસે રાજકોટમાં ક્યા સ્થળે, કેટલા વાગ્યે અને ક્યા દિવસોમાં ટ્રાફિક વધુ થાય છે, તેનો સંપુર્ણ અભ્યાસ કરી લોકો સામે તેને પ્રેઝન્ટ કર્યું હતું. તેમજ પોલીસે લોકોને પણ ટ્રાફિક સહિત રોડ સેફ્ટીના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વાહન ચલાવવા માટે સુચવ્યું હતું.

રાજકોટમાં છેલ્લા 5 વર્ષના ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી છે. જેને લઈને અકસ્માતમાં પણ વધારો થયો છે. જ્યારે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા લોકો વધુને વધુ જાગૃત થાય તે માટે આ પ્રકરનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details