- રાજકોટ પોલીસ કમિશ્નરે લીધો મહત્વનો નિર્ણય
- પોલીસ કર્મીઓ લોકો વચ્ચે રહેશે સતત કાર્યરત
- કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ પોલીસ તંત્ર સજ્જ
રાજકોટઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાંને લઈ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, જેથી ઘણા ગામમાં અને શહેરમાં નુકશાન જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નિર્ણય કર્યો છે કે, આગામી 48 કલાક સુધી પોલીસના અધિકારીઓ જવાનો ઘરે નહી જાય, બંદોબસ્તના સ્થળે હજાર રહેશે, GRD, SRP, હોમ ગાર્ડના જવાનો સ્થળ પર જ રહેશે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના સંભવિત પડકારને પહોંચી વળવા ગીર-સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ