- અત્યાર સુધીમાં પોલીસે રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે
- કોરોનાકાળ દરમિયાન જાહેરનામાં ભંગના 30 હજાર કરતા વધુ કેસ કરવામાં આવ્યા
- કોર્પોરેશનની ટીમ પણ અલગ-અલગ વિસ્તારમાં આ કાર્યવાહી કરતી હોય છે
રાજકોટ: કોરોનાકાળ દરમિયાન રાજ્યમાં ફરજિયાત માસ્કનો નિયમ લગાવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ(Police) દ્વારા માસ્ક ન પહેરતા હોય તેવા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ફરજિયાત માસ્ક માટે અગાઉ રૂપિયા 1 હજારનો દંડ વસુલવા(collects fine)માં આવતો હતો. જ્યારે તેને હાલ ઘટાડવામાં આવ્યો છે. રાજકોટ(Rajkot)માં પણ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં જ્યારથી કોરોના શરૂ થયો અને લોકડાઉન લાગ્યું ત્યારથી અત્યાર સુધીમાં પોલીસે(Police) રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો છે. આ સાથે રાજકોટ મનપાની ટીમ દ્વારા પણ અલગ-અલગ જગ્યાએથી માસ્ક અંગેનો દંડ વસૂલવા(collects fine)માં આવતો હતો.
આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં GIDC પોલીસે માસ્ક ન પહેરલા લોકો પાસેથી દંડ વસૂલ્યો
પોલીસે રૂપિયા 26 કરોડથી વધુનો દંડ વસૂલ્યો
રાજકોટ(Rajkot) સ્પેશિયલ શાખામાંથી મળતી માહિતી મુજબ રાજકોટ(Rajkot) પોલીસે (Police)જ્યારથી રાજ્યમાં લોકડાઉન થયું એટલે કે માર્ચ 2020થી અત્યાર સુધીમાં અંદાજીત 3,53,936 કેસ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનાર પર કર્યા છે. જ્યારે તેમની પાસેથી રૂપિયા 26,853,300નો દંડ અત્યાર સુધીમાં વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ કોરોનાકાળ દરમિયાન જાહેરનામાં ભંગના 30 હજાર કરતા વધુ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ માસ્ક ન પહેરનાર શખ્સ પાસેથી પહેલા રૂપિયા 200 ત્યારબાદ રૂપિયા 500 અને ત્યારબાદ રૂપિયા 1 હજાર જેટલો દંડ વસૂલવા(collects fine)માં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા રૂપિયા 78 લાખથી વધુનો દંડ વસૂલાયો