રાજકોટ : રાજકોટમાં નવા 150 ફૂટ રિંગરોડ પર પોલીસની છબી ખરાબ થાય (150 feet ring road Accident) તેવી એક ઘટના સામે આવી છે. જેમાં નશામાં ધૂત એક પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, સદનસીબે એરબેગ ખુલી જતા જાનહાની ટળી હતી, જેમાં અકસ્માત સર્જાયા બાદ પોતે ડ્રેસમાં હોવાથી પોલીસ કર્મચારીએ તેમનો શર્ટ કાઢી નાખ્યો હતો. કારચાલકે આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેને લઈને પોલીસે જમાદારની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં પોલીસે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો પોલીસ નશાના ચક્કરમાં - આ અંગે મળતી માહિતી મુજબ નવા રિંગ રોડ પર કિયા કારમાં પરિવાર સાથે વેપારી રાજકોટ આવી રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી અર્ટીગા કારના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. પરંતુ કિયા કારની તમામ એરબેગ ખુલી જતા સદનસીબે જાનહાની ટળી હતી. જો કે અકસ્માત સર્જનાર કારના ચાલક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાન રવિ ગઢવી હોવાનું અને તે દારૂના (Rajkot Police Liquor) નશામાં હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :મોરબી માળીયા હાઇવે પર સર્જાયો અકસ્માત, પાંચ વર્ષના બાળક સહિત પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત
નવી કાર લઈને પરિવાર જઈ રહ્યો હતો -મળતી માહિતી મુજબ નંદભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા અને કલરનો વેપાર કરતા શૈલેષ ઘોડાસરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તે રાત્રે પત્ની, 7 વર્ષીય પુત્ર ધ્યાન, સાળા અમિત, માતંગ અને સાળી શ્વેતા સાથે નવી ખરીદેલી કારમાં કિયા કારમાં ધ્રોલથી રાજકોટ આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના 12 વાગ્યા આસપાસ ઘંટેશ્વરથી કટારીયા ચોકડી જવાના નવા રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી કાર અર્ટિગા કારના સાથે અકસ્માત (Rajkot Police Accident) સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ પોલીસ શર્ટ કાઢ્યો - આ અકસ્માતની ઘટનામાં કિયા કારની તમામ એરબેગ ખુલી જતા તમામનો બચાવ થયો હતો. જેમાં ચાલક પોતાને તેમજ પત્નીને સામાન્ય ઇજા થઇ હતી. જે બાદ આ અંગે પોલીસને જાણ કરતા PSI. ડી.વી.બાલાસરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અકસ્માત કરનાર કારના ચાલકથી દરવાજો ખોલતા ચાલક લથડીયા (Rajkot Police Intoxication) ખાતો બહાર નીકળ્યો હતો. જેણે પોલીસનો ગણવેશ પહેર્યો હતો, પરંતુ અકસ્માત પછી શર્ટ કાઢીને મૂકી દીધો હતો. ત્યારે નશાના ચક્કરમાં આ અકસ્માત સર્જનાર ટ્રાફિક શાખાના જમાદાર રવિ ગઢવી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો :અમદાવાદ- ધાંગધ્રા હાઇવે પર એક ભયંકર અકસ્માત, ડ્રાઈવર બળીને થયો ભડથું
પોલીસે નોંધ્યો ગુનો - જો કે હાલ પોલીસે જમાદાર વિરુદ્ધ EPCO કલમ 279, 337, 427 તેમજ MV એકટ કલમ 184, 185, 177 નો ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ સમગ્ર મામલે આવા બેદરકાર અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર પોલીસમેન સામે અન્ય ગુનેગારોની માફક કાર્યવાહી કરશે કે પછી મામલો રફેદફે (Rajkot Accident Crime Case) કરવા ધમપછાડા સામે આવશે.