રાજકોટઃ રંગીલા રાજકોટમાં એક વૃદ્ધ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરની કલેક્ટર કચેરીના ગેટ નંબર 2 ખાતે રસ્તા પર એક વૃદ્ધ અચાનક સુઈ ગયા હતા અને વિરોધ (Rajkot Old Man Protest) કરતા જોવા મળ્યા હતા. જ્યારે આ વૃદ્ધને વિરોધ કરવાનું કારણ પૂછવામાં આવતા સામે આવ્યું કે, સીટીબસના કન્ડક્ટર દ્વારા તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવામાં આવી હતી અને બસમાંથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે વૃદ્ધ મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમણે રસ્તા વચ્ચે સીટી બસ આગળ ચાલે નહિ તેવી રીતે સુઈ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ વૃદ્ધ દ્વારા અનોખો વિરોધ (Unique protest in Rajkot) કરવામાં આવતા શહેરભરમાં આ વાત ચર્ચાનો વિષય બની છે.
બસમાં કેપિસિટી કરતા વધુ પેસેન્જર
જ્યારે વૃદ્ધ દ્વારા રસ્તા પર સૂઈને વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ મામલે તેમને જણાવ્યું હતું કે, બસમાં કેપિસિટી કરતા વધુ પેસેન્જર ભર્યા હતા. જેના કારણે એક મહિલા બસના દરવાજે પગ રાખીને ઉભી હતી તે પડે નહીં એટલે હું દરવાજા પાસે ઉભો હતો. જ્યારે મને બસમાં ઉભો રહેવાની કંડકટર દ્વારા જ પાડવામાં આવી અને બસમાંથી નીચે ઉતરી જવાનું કહીને મારી સાથે અભદ્ર ભાષામાં તેને વાત કરી હતી. જેના કારણે મેં રસ્તા પર સૂઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.