ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Murder Case: ભૂમાફિયાઓ દ્વારા કારખાનેદારની હત્યા મામલે CID દ્વારા તપાસ શરૂ

રાધેકૃષ્ણ સોસાયટી જે રાજકોટના યુનિવર્સિટી રોડ (University Road, Rajkot)પર આવેલ છે જયાં ભૂમાફિયાઓ દ્વારા કારખાનેદારની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઘટનામાં CIDની ટીમ(CID team) દ્વારા આરોપીઓ મામલે સઘન શોધખોળ શરૂ કરાઇ છે.

14731533
14731533

By

Published : Mar 14, 2022, 7:49 PM IST

રાજકોટ:રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓ (Manufacturer killed by land mafia)દ્વારા કારખાનેદારની હત્યા નિપજાવવામાં આવી હતી. જે મામલે પરિવારજનો દ્વારા CID તપાસની માંગ કરવામાં આવી હતી. જો કે હવે આ મામલે CID ક્રાઈમ દ્વારા તપાસ સંભાળવામાં આવી છે.

આ પણ વાંચો:ભાવનગરના હાથબ ગામે ત્રણ વર્ષ પૂર્વે જમીન બાબતે થયેલી હત્યાના આરોપીને આજીવન કેદ

CID દ્વારા આરોપીની પૂછપરછ કરાઈ -આજે CID ક્રાઈમની ટીમ (CID Crime Team)રાજકોટમાં આવી પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે CIDની ટીમ દ્વારા રાધેકૃષ્ણ સોસાયટીના સ્થાનિકોના નિવેદન ( Radhe Krishna Society's locals Statement )લેવામાં આવ્યા હતા. તેમજ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે આ મામલે પોલીસે અગાઉ હિરેન કરશનભાઇ વાઢેર, વિજય રાઠોડ, પરેશ ચૌહાણ અને રવિ સોમાભાઈ વાઢેર એમ ચાર લોકોની ધરપકડ કરાઈ હતી. જ્યારે ઘટનામાં અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે. જે મામલે રાજકોટ પોલીસ તપાસ ચલાવી રહી હતી.

આ પણ વાંચો:જામનગરમાં નવા વર્ષે જ ખેલાયો ખૂની ખેલ, જમીન દલાલે કરી જમીન દલાલની હત્યા

આરોપીઓ વિદેશ ભાગી ગયાની શંકા - CIDની ટીમ દ્વારા મૃતક અવિનાશ ધુલેશિયાના પરિવારજનોની મુલાકાત કરવામાં આવી હતી. જ્યારે આ ઘટનામાં આરોપીઓ હજુ પણ ફરાર(The accused are still absconding) હોય CIDની ટીમ દ્વારા આરોપીઓ મામલે સઘન શોધખોળ શરૂ કરાઇ છે. આ ઘણાના ઘણા દિવસો થયા છતાં પણ મુખ્ય આરોપીઓ કહી શકાય તેવા મયુરસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા અને અમિત રમેશ ભાણવડીયા સહિતના આરોપી ફરાર છે. જેઓ વિદેશ ભાગી ગયા હોવાની પણ શંકા સેવાઇ રહી છે. જ્યારે આગામી દિવસોમાં CID દ્વારા આ આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરાય તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details