રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધારે નથી એવા જિલ્લામાં લોકડાઉન 4 દરમિયાન ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં પણ આજ સવારથી જ સરકારના નીતિ નિયમો મુજબ મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે.
જ્યારે હજુ પણ કેટલાક કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને જે દુકાનદાર પાસે પ્રોપર્ટી કાર્ડ નથી એવા દુકાનદારો મૂંઝવણમાં મુકાયા છે. જેને લઈને મનપા દ્વારા આવા કોમ્પ્લેક્સમાં અને જે લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેવા દુકાનદારો માટે ખાસ પ્રકારના સ્ટીકર બનાવડાવામાં આવ્યા છે. જેમાં એકી અને બેકી ક્રમ રાખવામાં આવ્યા છે.