- રાજકોટ મનપાના સિટી બસના કર્મચારીઓની બર્બરતા
- સામાન્ય અકસ્માતમાં રિક્ષાચાલક વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો
- મનપા કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા અન્ડર બ્રિજ નજીક રિક્ષા ચાલક વૃદ્ધની રીક્ષા અકસ્માતે (accident in rajkot) સીટી બસ સાથે ઘસાઈ હતી. જે મામલે સિટી બસના ડ્રાઇવર અને રિક્ષા ચાલક વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જ્યારે થોડા સમયમાં સિટી બસના કર્મચારીઓ મોટા પ્રમાણમાં એકઠા થઇ ગયા હતા અને રિક્ષા ચાલક વૃદ્ધને જાહેરમાં જ ઢોરમાર (City Bus Employees Vandalism on rikshaw driver) મારવામાં આવ્યો હતો. જ્યારે ઘટના દરમિયાન અહીં સ્થાનિક લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના અહીં ઊભેલા નાગરિકે કેમેરામાં કેદ કરી હતી.
રાજકોટ મનપાના સિટી બસના કર્મચારીઓની બર્બરતા: સામાન્ય અકસ્માતમાં રિક્ષાચાલક વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો મનપા કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના કર્મચારી દ્વારા રિક્ષાચાલક વૃદ્ધને ઢોર માર માર્યાની ઘટના સામે આવતા આ મામલે રાજકોટ મનપા કમિશ્નર અમિત અરોરાએ તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમજ આ ઘટના (Rajkot city bus rikshaw accident) કયા કારણોસર બની અને મારામારી થઈ આ તમામ બાબતે હવે તપાસ કરવામાં આવશે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ રિક્ષાચાલક વૃદ્ધને જાહેરમાં જ માર મારવાની ઘટના સામે આવતા સામાન્ય નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ
આ પણ વાંચો:રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, છ લોકોનાં થયાં મોત