ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મહાનગરપાલિકાને જાહેર પરિવહન સેવા માટે મળ્યો “Award Of Commendable Initiative” એવોર્ડ - MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS

કેન્દ્ર સરકારના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS (MoUHA) ડીપાર્ટમેન્ટ દ્વારા The 13th Urban Mobility India Conference, 2020 (UMI-2020) અંતર્ગત કોવિડ-૧૯ મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલા સીટી ટ્રાન્સપોર્ટેશનમાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલ તમામ જરૂરી initiatives અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરી UMI-2020માં ભાગ લેવા માટે પ્રપોઝલ રજુ કરવા જાણ કરવામાં આવી હતી.પરિવહન સેવાઓમાં કરવામાં આવેલ અગત્યની તમામ કામગીરીઓની વિગતો તૈયાર કરી UMI-2020માં પ્રપોઝલ રજુ કરવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા આ ગૌરવ આપવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાને જાહેર પરિવહન સેવાને મળ્યો “Award Of Commendable Initiative” એવોર્ડ
રાજકોટ મહાનગરપાલિકાને જાહેર પરિવહન સેવાને મળ્યો “Award Of Commendable Initiative” એવોર્ડ

By

Published : Nov 11, 2020, 12:49 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકાને જાહેર પરિવહન સેવાને મળ્યો એવોર્ડ
  • Award Of Commendable Initiative” એવોર્ડથી મહાનગરપાલિકાને સન્માનિત કરાઈ

રાજકોટઃ કેન્દ્ર સરકારના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS (MoUHA) ડીપાર્ટમેન્ટ દ્વારા The 13th Urban Mobility India Conference, 2020 (UMI-2020) અંતર્ગત કોવિડ-૧૯ મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલા સીટી ટ્રાન્સપોર્ટેશનમાં તકેદારીના ભાગરૂપે લેવામાં આવેલ તમામ જરૂરી initiatives અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરી UMI-2020માં ભાગ લેવા માટે પ્રપોઝલ રજુ કરવા જાણ કરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની સંપુર્ણ હસ્તાંતરીત કંપની "રાજકોટ રાજપથ લી. (RRL)" દ્વારા બી.આર.ટી.એસ. તથા સીટી બસ સેવામાં કોવિડ-૧૯ દરમિયાન રાગચાળાને ફેલાતો અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે આ બંને પરિવહન સેવાઓમાં કરવામાં આવેલ અગત્યની તમામ કામગીરીઓની વિગતો તૈયાર કરી UMI-2020માં પ્રપોઝલ રજુ કરવામાં આવી હતી. જેને કેન્દ્ર સરકાર દ્વારા આ ગૌરવ આપવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાને જાહેર પરિવહન સેવાને મળ્યો “Award Of Commendable Initiative” એવોર્ડ

“Award Of Commendable Initiative” એવોર્ડ એનાયત કરાયો

કેન્દ્ર સરકારના MINISTRY OF HOUSING AND URBAN AFFAIRS ડીપાર્ટમેન્ટ દ્વારા નિયત કરવામાં આવેલ Penal Of Experts દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રજુ કરવામાં આવેલ પ્રપોઝલની પસંદગી કરવામાં આવી હતી. તેમજ ‘Innovations undertaken in Urban Transport during COVID-19’ કેટેગરી હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને તારીખ ૯ નવેમ્બરના રોજ સેક્રેટરી, MoHUA દુર્ગાશંકર મિશ્રા હસ્તક “Award Of Commendable Initiative” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓમા ખુશીનો માહોલ છવાયો હતો.

મનપા દ્વારા કરવામાં આવેલ વિવિધ કર્યો

1) મિશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગ રૂપે RRL દ્વારા લોકડાઉન સમયગાળા દરમિયાન “ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ” (ITMS) સોફ્ટવેર બનાવવાની કાર્યવાહી કરવામાં આવેલ અને હાલની "મેન્યુઅલ સીટી બસ ઓપરેશન સિસ્ટમ" માંથી પરિવહન સેવાઓમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારીત "ITMS SYSTEM" ને કાર્યરત કરવામાં આવેલ. જે અંર્તગત ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત "Vehicle Planning Scheduling and Dispatch” (VPSD) સિસ્ટમની અમલવારી કરવામાં આવેલ છે. VPSD સિસ્ટમમાં પરિવહન સેવાઓ માટેના હયાત ઉપલબ્ધ Infrastructure and Manpower ને ધ્યાને લઇને નિયત કરવામાં આવેલ રૂટ પર જાહેર પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવે છે.

2)ITMS પોજેક્ટ અંર્તગત ટિકિટિંગની કામગીરી માટે Automated Fare Collection System (AFCS) તથા Electronic Ticketing Machine (ETM) ને આગામી સમયમાં પરિવહન સેવાઓમાં ઉપયોગમાં લાવવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં સીટી બસ ટિકિટિંગની કામગીરી semi-automatic સ્વરૂપે કરવામાં આવે છે જે કામગીરીમાં રોકડ રકમની વસુલાત કરી મુસાફરની ટિકિટ આપવામાં આવે છે. ETM machineથી આગામી સમયમાં મલ્ટીપલ ઇનપુટ્સ એટલે કે ડિજિટલ સ્માર્ટ કાર્ડ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, એપ આધારિત કોન્ટેકટલેસ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનથી મુસાફરને ટિકિટ આપવામાં આવશે.

3) કોવિડ-19 રોગચાળાના ફેલાવાને રોકવા માટે રાજકોટ રાજપથ લી. દ્વારા ભારત સરકારની સલામત શહેરી પરિવહન સેવા માટે જાહેર કરવામાં આવેલા એસ.ઓ.પી. માર્ગદર્શિકા મુજબની અમલવારી લાગુ કરવામાં આવેલ છે. રોજબરોજના જાહેર પરિવહન સેવાઓ માટે ઓપરેશન શરૂ થતાં પહેલાં બધી બસોને Disinfection Material દ્વારા જંતુનાશક કરી સફાઇ કરવામાં આવે છે. મુસાફરોને બસમાં મુસાફરી કરતા પહેલા સેનિટાઇઝરથી હાથ સાફ કરવા માટે તમામ બસોમાં સેનિટાઇઝર બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.પરિવહન સેવાના ચેકિંગ સ્ટાફ (નિરીક્ષકો) દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, નિયમિતપણે હાથ સાફ કરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુસાફરોમાં COVID-19 ની જાગૃતિ લાવવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ બસોમાં આઇ.સી.સી. સ્ટીકરો ચોંટાડવામાં આવેલ છે, દા.ત. મુસાફરોને તેઓના હાથની સ્વચ્છતા અને સામાજિક અંતર જાળવવા માટે જાગૃતિ લાવવા માટેના સ્ટીકરો, સામાજિક અંતર સાથે બેસવાની રીત અંગેના બસ લેઆઉટ દર્શાવતા સ્ટીકરો પ્રદર્શિત કરવામાં આવેલ છે.

4)સીટી ટ્રાન્સપોર્ટેશન માટેની અનલોક-5 ની અંતિમ ગાઇડલાઇન મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં કુલ બસ ક્ષમતાના 75% જેટલી બસોની સંખ્યા દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details