ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપા દ્વારા 15 હજાર ઘરોમાં 24 કલાક પાણી મળે તેવા મીટર મુકવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ભવિષ્યમાં 24 કલાક પાણીની સુવિધા મળે તે હેતુથી હાલ ઘરે ઘરે પાણીના મીટર મુકવાની યોજના હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 15 હજાર ઘરોમાં પાણીના મીટર મુકવામાં આવ્યા છે. શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં આ મીટર મુકવામાં આવ્યા છે. જેમાં હાલ મીટર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. પાણીના મીટર આવવાના કારણે હવે જેટલો પાણીનો વપરાશ થશે એટલું બિલ પાણીનું પણ આવશે.

By

Published : Feb 3, 2021, 8:01 PM IST

Rajkot
Rajkot

  • રાજકોટ મનપા દ્વારા 15 હજાર ઘરોમાં પાણીના મીટર મુકવામાં આવ્યા
  • 24 કલાક મળશે પાણી
  • વીજળીના બિલની જેમ પાણીનું બિલ પણ આવશે
    રાજકોટ

રાજકોટઃ જિલ્લામાં મહાનગરપાલિકા દ્વારા હાલ માત્ર ટ્રાયલ પૂરતા શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં 15 હજાર ઘરોમાં પાણી માટેના મીટર મુકવામાં આવ્યા છે. જ્યાં પાણીનો વપરાશ કરનારાને હજુ ઝીરો બિલ મીટરિંગ એટલે કે પાણીનું બિલ આપવામાં આવશે પણ તેનો ચાર્જ નહિ વસુલ કરવામાં આવે. જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી દિવસોમાં શહેરના જે વિસ્તારમાં DI પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યાં તમામ વિસ્તારમાં પાણીના મીટર નાખવામાં આવશે અને અહીં 24 કલાક પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

રાજકોટ

રાજકોટ આખામાં પાણીના મીટર મુકાશે : કમિશ્નર

આ મામલે રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ જણાવ્યું હતું કે, શહેરમાં 24 કલાક પાણી મળે તે માટે પાણીના મીટર મુકવાની શરૂઆત કરવામાં આવી છે. 15 હજાર ઘરોમાં પાણીના મીટર લગાડવામાં આવ્યા છે. તેમજ ત્યાં હાલ ઝીરો મીટરિંગ બિલ આપવામાં આવશે. જેના કારણે તેઓને ખબર પડે કે કેટલો પાણીનો વપરાશ થયો છે. બધું બરાબર રહ્યું તો આગામી દિવસોમાં આખા રાજકોટમાં પાણીના મીટર મુકવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details