- ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 કરોડપતિ
- 10થી વધુ ઉમેદવારો પર પોલીસ ફરિયાદ
- ભાજપના 18 ઉમેદવાર નોનમેટ્રિક
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાની ચૂંટણી પણ યોજાશે. રાજકોટ મનપાની વાત કરીએ તો રાજકોટ મનપામાં કુલ 18 વૉર્ડ છે અને 72 ઉમેદવારો છે. તમામ પક્ષો દ્વારા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે તમામ પક્ષો ચૂંટણીમાં જીત માટે પ્રચાર પસરમાં લાગ્યા છે. તમામ પક્ષના ઉમેદવારો અલગ અલગ વિશેષતા ધરાવે છે. જેમાં ભાજપના 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.
ભાજપના 72માંથી 22 ઉમેદવારો કરોડપતિ
ભાજપના 72 ઉમેદવારમાંથી 22 કરોડપતિ છે. જેમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં પુષ્કર પટેલ 14.55 કરોડ, નેહલ શુક્લ 11.22 કરોડ, નિલેશ જલુ 7.49 કરોડ, દેવાંગ માંકડ 2.11 કરોડ, સુરેન્દ્રસિંહ વાળા 2.32 કરોડ, વજુબેન ગોલતર 1.05 કરોડ, દિલીપ લુણાગરિયા 1.39 કરોડ, અશ્વિન પાંભર 6.09 કરોડ, બિપીન બેરા 7.23 કરોડ, ડૉ. દર્શના પંડ્યા 4.29 કરોડ, પ્રીતિબેન દોશી 1.11 કરોડ, વર્ષાબેન પાંધી 1.29 કરોડ, જયાબેન ડાંગર 1.31 કરોડ, કેતન ઠુંમર 1.27 કરોડ, વિનુ સોરઠિયા 1.32 કરોડની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે.