- રાજકોટ મનપા ચૂંટણી, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ
- EVMથી થશે મતદાન, મત આપ્યા બાદ રજિસ્ટ્રેશન બટન દબાવવું ફરજીયાત
- આગામી તારીખ 21ના રોજ થનાર છે મતદાન
રાજકોટ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનારી છે. જેના માટે આગામી તારીખ 21ના રોજ મતદાન થનાર છે. જેને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રૈમ્યા મોહને શહેરીજનો મતદાન કરવાની ખાસ અપીલ કરી છે. આ સાથે જ લોકો કોઈપણ પ્રલોભનમાં આવ્યા વગર તટસ્થ રીતે પોતાના મનગમતા ઉમેદવારને મત આપવા અને કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં રજિસ્ટ્રેશન બટન ફરજીયાત
રાજકોટ મનપાની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થનાર હોય જિલ્લા કલેક્ટરે તમામ મતદારોને મત આપ્યા બાદ ફરજિયાત વોટિંગ મશીનમાં રજિસ્ટ્રેશન બટન દબાવવાની અપીલ કરી છે. જેને લઈને તેમને જેને મત આપ્યો હોય તે મત ગણાય. તેમજ જો રજિસ્ટ્રેશન બટન નહિ દબાવવામાં આવે તો આ મત રદ થઈ જાય છે. મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં આ પ્રકારની પ્રક્રિયા હોય છે. જેને લઈને મતદારોને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.
રજીસ્ટર કરતાં પહેલાં કોઇપણ મત બદલાવી પણ શકાય
મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોઇ પણ મતદાર તેમાં પોતાના વોર્ડના ઉમેદવારોમાંથી એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર ઉમેદવારને પોતાનો મત જો વિચાર બદલે કયા ઉમેદવારને મત આપવો છે, તો 'નોટા' ફરી દબાવવાથી તે મશીનમાં લેમ્પ ઓફ થઇ જશે અને કોઇ પણ ઉમેદવારને મત આપી શકાશે. ઉક્ત તમામ વિકલ્પોમાં સામાન પણે લાગુ પડતી એક બાબત એ છે કે, રજીસ્ટ્રેશન બટન દબાવી દીધા બાદ કશો ફેરફાર થઇ શકતો નથી.