ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો - રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની ટર્મ આજે મંગળવારથી પૂર્ણ થાય છે, ત્યારે મનપાના પદાધિકારીઓ દ્વારા પોતાની ઓફિસ અને સરકારી કારને મનપા ખાતે જમા કરવામાં આવી આવી હતી. આ ઉપરાંત હવેથી વહીવટદારનો ચાર્જ રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વિધિવત રીતે સંભાળ્યો હતો.

રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો
રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો

By

Published : Dec 14, 2020, 7:30 PM IST

Updated : Dec 14, 2020, 7:47 PM IST

  • રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ
  • ઉદિત અગ્રવાલે વહીવટદારનો ચાર્જ સંભાળ્યો
  • રાજકોટ મનપામાં મોટાભાગે ભાજપનું શાસન

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની ટર્મ આજે મંગળવારથી પૂર્ણ થાય છે, ત્યારે મનપાના પદાધિકારીઓ દ્વારા પોતાની ઓફિસ અને સરકારી કારને મનપા ખાતે જમા કરવામાં આવી આવી હતી. આ ઉપરાંત હવેથી વહીવટદારનો ચાર્જ રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વિધિવત રીતે સંભાળ્યો હતો.

રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો

1973થી અત્યાર સુધીમાં ભાજપનું શાસન

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના વર્ષ 1973માં કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ રાજકોટમાં મોટાભાગે ભાજપ પક્ષનું શાસન વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે, જ્યારે કોંગ્રેસનું શાસન માત્ર એક થી બે ટર્મનું જ જોવા મળ્યું છે. વર્ષ 2000થી 2005 સુધી રાજકોટ મનપામાં કોંગ્રેસનું શાસન હતું. ત્યારબાદ સતત 1973થી અત્યાર સુધીમાં ભાજપ પક્ષ દ્વારા શાસન કરવામાં આવ્યું છે. જેને લઇને આગામી દિવસોમાં રાજકોટની જનતા કયા પક્ષને બહુમતી અપાવે છે, તેના પરથી ભાજપ અને કોંગ્રેસનું શાસન નક્કી થશે.

જ્યાં સુધી નવી બોડી નહીં આવે ત્યાં સુધી વહીવટ કરશું- કમિશ્નર

આજે મંગળવાપે વિધિવત રીતે રાજકોટ મહાનગરપાલિકાનો વહીવટદાર તરીકેનો ચાર્જ મનપા કમિશ્નર ઉદીત અગ્રવાલે લીધો હતો. આ સમયે તેમને જણાવ્યું હતું કે, રાજકોટ મનપાએ લોકોના હિત માટે કામ કર્યું છે, તે આગળ પણ ચાલતું રહેશે. જ્યાં સુધી નવી બોડી ચૂંટાઈને નહીં આવે ત્યાં સુધી વહીવટની પ્રક્રિયા શરૂ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના વિકાસ અને સુવિધાઓ માટે કામ શરૂ કર્યું છે, તે હાલ પણ ચાલુ રાખવામાં આવશે. આ સાથે જ શહેરીજનોને કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેમજ તેમના પ્રશ્નોનો તાત્કાલિક નિવારણ આવે તે પ્રકારની કામગીરી મનપા દ્વારા કરવામાં આવશે.

Last Updated : Dec 14, 2020, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details