- રાજકોટમાં કોરોનાનો કહેર વધતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
- કોરોના સંક્રમણ અંગે જાગૃતિ પ્રસરાવવા મ.ન.પા. કમિશનર જાહેરમાં
- જાહેરમાં લોકોને ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી
રાજકોટ: શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણે ગંભીર પરિસ્થિતિ ધારણ કરી લેતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ જાહેરમાં આવ્યા હતા. તેમણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને દુકાનદારો તેમજ રાહદારીઓને કોરોના ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દુકાનદારને સમજાવી રહ્યા છે આ પણ વાંચો:લોકડાઉનના ડરથી રાજકોટ રેલવે સ્ટેશન બહાર પરપ્રાંતિય શ્રમિકોની 1 કિમી લાંબી કતાર
મૃત્યુઆંક વધતા 6 સ્મશાનોમાં અંતિમ વિધિની મંજૂરી અપાઈ
રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી રહી છે. મોત વધતા 6 સ્મશાનોમાં અંતિમ વિધિ માટે મંજૂરી આપવામાં આવી છે. સ્મશાનમાં કતારો ન લાગે તે માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. દર એક પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 70 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની કતાર, સારવાર માટે 4 કલાકનું વેઈટિંગ
અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં ગુરુવાર સુધીમાં સીનર્જી હોસ્પિટલ સંચાલિત 200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. રાજકોટમાં 3000 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હોવાનું અને લોકડાઉન લાગુ ન કરવું પડે તે માટે ખુદ લોકો જ માસ્ક પહેરીને મોં અને નાક લોકડાઉન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. આ સાથે જ સ્લમ વિસ્તારમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.