- Rajkot Modi Schoolની દાદાગીરી વધુ એકવાર સામે આવી
- પિતાએ આંદોલન કરતા પુત્રીનું LC ઘરે મોકલ્યું
- વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલવામાં આવતા વાલીઓ રોષે ભરાયા
રાજકોટ: રાજ્યમાં ખાનગી શાળાઓ ફી મુદ્દે પોતાની મનમાની ચલાવી રહી છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આવી શાળાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી પણ આપી છે પરંતુ (Rajkot Modi School) રાજકોટની મોદી સ્કૂલ દ્વારા ધોરણ -8ની વિદ્યાર્થિનીનું LC તેના ઘરે મોકલવામાં આવ્યું છે. હાલ નવું સત્ર શરૂ થઈ ગયું છે. એવામાં રાજકોટની ખાનગી શાળા દ્વારા ધોરણ 8ની વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ઘરે મોકલવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. જ્યારે વિદ્યાર્થિની પિતા આ મામલે રજુઆત માટે DEO કચેરી ખાતે દોડી આવ્યા હતાં તેમજ પુત્રીનું અભ્યાસનું વર્ષ ન બગડે તે માટે અધિકારીને રજૂઆત કરી હતી.
કોરોનાકાળ દરમિયાન પિતાએ ફી મુદ્દે કર્યું હતું આંદોલન
કોરોના કાળમાં મોટાભાગે શાળાઓ બંધ રહી હતી. તેમજ તમામ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતુ. જ્યારે કોરોના દરમિયાન સંપૂર્ણ લોકડાઉન વખતે શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં શાળાઓ દ્વારા આખા વર્ષની ફી માગવામાં આવી હતી. જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન સરકાર દ્વારા ફીમાં 25 ટકા જાહેરાત કરવામાં આવી હતી. આ ફી અંગેના આંદોલનમાં પણ આ વિદ્યાર્થિનીના પિતા હોય માટે ( Modi School)ની મનમાનીને લઈને તેમની પુત્રીનું LC ઘરે મોકલવામાં આવ્યું હતું.