રાજકોટઃ જિલ્લામાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ વિધાનસભા 70 બેઠકના ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને તેઓ રાજકોટની પેટ્રિયા હોસ્પિટલ ખાતે આઈસોલેટ થયા છે.
રાજકોટના વધુ એક ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોના સંક્રમિત થયા - પેટ્રિયા હોસ્પિટલ
રાજકોટમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. શહેરમાં ભાજપના વધુ એક ધારાસભ્ય ગોવિંદ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલ કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન આચાર્ય, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ શહેરના સામાકાંઠા વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ ભાજપના નેતાઓ એક પછી એક કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઇને શહેર ભાજપમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.