રાજકોટઃ શહેરમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 24 ઓગસ્ટના રોજ રૈયાણીને સામાન્ય તાવ-શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના સંક્રમિત - અરવિંદ રૈયાણી
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. સામાન્ય લોકોથી લઇને રાજકારણીઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના સંક્રમિત
હોસ્પિટલમાં દાખલ થયા બાદ ધારાસભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની રાજકોટની રેલી દરમિયાન અરવિંદ રૈયાણી પણ જીપમાં સવાર જોવા મળ્યા હતા અને તેના 2 દિવસ બાદ તેમને તાવ-શરદીની અસર જોવા મળી હતી.