- રાજકોટમાં 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે
- અંતિમવિધિ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે
- ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાયેલી જોવા મળી છે
રાજકોટઃ હાલ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે. એવામાં ગુજરાતમાં પણ કોરોનાના કારણે આરોગ્યની પરિસ્થિતિ કથળી છે. ત્યારે રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર ડો. પ્રદીપ ડવને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેઓ પોતાના ઘરે જ હોમ આયસોલેટ થયા છે. તેમની બે દિવસથી તબિયત સારી ના હોવાથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તે પોઝિટિવ આવતા તેઓ પોતાના ઘરે જ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં પણ દિવસેને દિવસે 500થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇને શહેરમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃવડોદરાના મેયર કેયુર રોકડિયા સહિત ઈન્કમટેક્સના 25 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
આજે 53 કોરોનાના દર્દીઓના થયા મોત