- ખેડૂતો માટે રાહતના સમાચાર
- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે શુક્રવારથી માલની આવકો શરૂ
- ગોંડલ માર્કેટિંગ યાર્ડ 20 મેને ગુરૂવારથી શરૂ થયુ હતું
રાજકોટઃરાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજ શુક્રવારથી માલની આવકો શરૂ થઇ છે. કપાસ, મગ, તલ, મગફળી, એરંડાની આજ શુક્રવારથી આવકો શરૂ થઈ છે. ખેડૂતો, વેપારીઓ, મજૂરો માટે આજ શુક્રવારથી રાહતના સમાચાર સામે આવ્યા છે. 22 મેને શનિવાર સવારથી હરાજી શરૂ થશે. છેલ્લા એક મહિનાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ હતું. 22 મેને શનિવારથી ખેડૂતો માલ વેચીને રોકડ મેળવી શકશે. ગોંડલ યાર્ડ પણ 20 મેને ગુરૂવારથી શરૂ થયું હતું. માર્કેટિંગ યાર્ડ એક બાદ એક શરૂ થતાં ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય.
આ પણ વાંચોઃ રાજકોટ માર્કેટિંગ યાર્ડ છ દિવસ સુધી રહેશે બંધ, ખેડૂતોને માલ નહી લાવવાની અપીલ