રાજકોટ: ચાલુ વર્ષે કપાસ અને મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં મબલખ પ્રમાણમાં(Cotton production in Saurashtra) થયો છે, ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે ખેડૂતો લઇને આવી રહ્યા છે. ગઈકાલના કપાસના ભાવ(Details of cotton prices) ની વાત કરવામાં આવે તો, 20 કિલોના ભાવ રૂપિયા 1600થી લઈને 1996 જેટલો જોવા મળ્યો હતો. મહત્વની બાબત એ છે કે, અત્યાર સુધીમાં કપાસના 1996 જેટલા ભાવ ક્યારેય બોલાયા નથી. કપાસના ભાવ આટલા ઉંચા ભાવ મળતા ખેડુતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ખેડૂતો પણ મોટાપ્રમાણમાં પોતાનો પાક લઈને યાર્ડ ખાતે આવી રહ્યા છે.
કપાસના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
વેપારીઓના જણાવ્યા મુજબ, હાલમાં કપાસ અને મગફળી સહિતના કાચા માલની બજારમાં માંગ મોટા પ્રમાણમાં વધી છે, જ્યારે પાક પણ સારી કવોલિટીનો આવી રહ્યો છે, એવામાં માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસ અને મગફળીના દરરોજ રેકોર્ડબ્રેક ભાવ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે પાક પણ બે દિવસથી થોડો ભીંજાયો છતાં પણ પાકના સારા ભાવ મળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો :અબડાસાના કોઠારા મધ્યે CCIનું કપાસ ખરીદી કેન્દ્ર શરુ કરવા કુષિપ્રધાનને રજૂઆત
આ પણ વાંચો : માળીયાના પીપળીયા નજીક કાર્યરત કપાસ ખરીદી કેન્દ્રમાં રજીસ્ટ્રેશન શરુ