- આગામી દિવસોમાં રાજકોટમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
- ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા
- ભાજપ બહુમતી સાથે જીતશે: જયેશ રાદડિયા
રાજકોટ: આગામી દિવસોમા રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપની જ ભગીની મનાતી સંસ્થા કિસાન સંઘ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને પોતાના 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આગામી દિવસોમાં બિન હરીફ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. તેમજ જો ચૂંટણી યોજાય તો ભાજપની પેનલની જંગી બહુમતીથી વિજય થશે તેવું પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા જનવામાં આવ્યું હતું.
5 ઓકટોબરે યોજાશે યાર્ડની ચૂંટણી
સહકારી ક્ષેત્રમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 5 ઓક્ટોબરના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે (ગુરૂવાર) છેલ્લો દિવસ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપના જ બે જૂથ વચ્ચે વિવાદ સર્જાયો હતો પરંતુ આજે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજીને યાર્ડની ચૂંટણી માટેના 12 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપ દ્વારા આજે ઉમેદવારો જાહેર કરવામાં આવતા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ પોતાના ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ પણ વાંચો :PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi
ભાજપે 12 ઉમેદવારો જાહેર કર્યા