રાજકોટ: મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના 150 ફૂટ રિંગરોડ પર આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. કાર્યકરોએ ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપના આરોપીઓને ફાંસીની માગ સાથે પીડિતાને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.
હાથરસ ગેંગરેપના આરોપીઓને ફાંસીની માગ સાથે રાજકોટ મહિલા કોંગ્રેસે કર્યો કેન્ડલ માર્ચ - rajkot congress women's wing
ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દીકરી સાથે સામૂહિક દુષ્કર્મના જઘન્ય કૃત્ય બદલ નરાધમોને ફાંસીની માગ સાથે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ ભાગ લીધો હતો તેમજ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કોંગ્રેસે કર્યો કેન્ડલ માર્ચ
ઘટના દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો રિંગ રોડ પર ખડકી દેવામાં આવ્યો હતો.