- શિવશક્તિ ડેરી ફાર્મમાં ત્રણ મહિલા અને એક પુરૂષ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો
- ફિનાઇલ પીને 4 લોકોએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- જમીન વિવાદ મામલે ફિનાઇલ પી લીધી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું
રાજકોટ : શહેરના મવડી વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ડેરી ફાર્મ ( Shiv Shakti Dairy Farm )માં ગ્રાહકો મીઠાઈ લેવા આવી રહ્યા હતા. જે સમયે અચાનક 3 મહિલા અને 1 પુરુષ એમ કુલ ચાર લોકો આ દુકાનમાં ઘસી આવ્યા હતા. કોઈપણ જાતની ચર્ચા કે વાત કર્યા વગર પોતાની પાસે રહેલી ફિનાઇલ બોટલ કાઢી તેમાંથી ફિનાઇલ પીવા લાગ્યા હતા. જ્યારે આ લોકો ફિનાઇલ પી રહ્યા હતા, તે સમયે દુકાનમાં રહેલો સ્ટાફ અને ગ્રાહકો પણ ગભરાઈ ગયા હતા અને થોડા સમય માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આત્મહત્યાનો પ્રયાસ ( mass suicide attempt ) કરનારા શોભનાબેન ચાવડા, ગૌરી ચાવડા, મંજુબેન વાઘેલા અને કેતન સાગઠિયા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જમીન વિવાદ મામલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
શિવશક્તિ ડેરી ફાર્મમાં આત્મહત્યાનો પ્રયાસ ( mass suicide attempt ) થયો હોવાની ઘટનાને પગલે શિવ શક્તિ ડેરી ફાર્મ ( Shiv Shakti Dairy Farm )ના માલિક જગદીશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે જગદીશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી જમીન અમે 8 લોકોએ ખરીદી હતી. આ લોકો ત્યાના રહેવાસી હોવાનું મને હાલ લાગી રહ્યું છે. અમે જ્યારે જમીન ખરીદી, ત્યારે આ જમીન અંગેનો સ્થાનિકો અને જમીન માલિક વચ્ચે કેસ કોર્ટમાં ચાલતો હતો. જે બાદ અહીં રહેતા સ્થાનિકો કોર્ટમાં કેસ હારી ગયા હતા. જે બાદ આ સ્થાનિકો સાથે અમે સમાધાન પણ કર્યું હતું અને જમીન બદલે વળતર પણ ચૂકવી આપ્યું હતું.