રાજકોટઃ ઉત્તરાયણના તહેવારને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણનો તહેવાર લોકો ઉજવશે. જ્યારે ઉત્તરાયણને લઈને બજારોમાં પણ અવનવી પતંગોમાં વેરાયટી જોવા મળી રહી છે તેમજ દોરાની પણ માંગ એટલી વધી છે. આ ઉત્તરાયણ નિમિતે રાજકોટની હિનલ રામાનુજ ખાસ પતંગ (Tree Planting Uttarayan Celebration) બનાવી છે. આ પતંગ જ્યારે આકાશમાં ઉડીને જ્યારે કપાઈને જમીન પર પડશે ત્યાં જમીન પર આપમેળે વૃક્ષ (Rajkot kite sows the seeds ) ઊગી નીકળશે.
પતંગ જ્યાં પણ જમીન પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે
હીનલ રામાનુજે આ અંગે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઉત્તરાયણ નિમિતે મે પર્યાવરણનું ધ્યાન રાખીને ખાસ પતંગ બનાવી છે. આ પતંગમાં મેં વજન વગરના વિવિધ વૃક્ષઓના બીજ (Rajkot Unique Kite 2022) રાખ્યાં છે. જ્યારે આ પતંગ કપાઈને જ્યાં પણ જમીન પર પડશે ત્યાં આપમેળે વૃક્ષ (Rajkot kite sows the seeds ) ઊગી નીકળશે. આમ વૃક્ષ ઉગવાના કારણે પર્યાવરણમાં પણ સુધારો થશે. આ પતંગની સાથે કાગળનું પોકેટ લગાવામાં આવ્યું છે જેના કારણે તે આકાશમાં ઉંચી ઉડી શકે.