રાજકોટ માહિતીખાતાના કર્મચારીએ લોકડાઉન અંગે જાગૃતિ લાવવા બનાવી ફિલ્મ - ગુજરાતી ફિલ્મકારની લોકડાઉન પર શોર્ટફિલ્મ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે જેથી સ્વાસ્થયકર્મી, સુરક્ષાકર્મી તેમજ ફિલ્મ કલાકારો પણ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે ત્યારે રાજકોટ માહિતીખાતાના કર્મચારીએ તેમના મુંબઈમા રહેતા ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકમાં કામ કરતા મિત્રો પાસેથી મોબાઈલમાં વીડિયો મંગાવીને લોકોને લોકડાઉન અંગે જાગૃતિ લાવવા શોર્ટ ફિલ્મ બનાવી છે.
રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે જ્યારે કેટલાક જીવનજરૂરી ઉદ્યોગોને કેન્દ્ર સરકાર દ્વારા નીતિ નિયમો મુજબ શરતી છૂટછાટ આપી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો આ છૂટછાટનું ખોટું અર્થઘટન કરતા હતા. જેને લઈને શહેરના માહિતી ખાતામાં ફરજ બજાવતા કેતન દવેએ એક જાગૃત નાગરિક તરીકે લોકોને લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરવા માટે લોકોને અપીલ કરે છે. જેને લઈને તેમણે મુંબઈ ખાતે રહેતા ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકમાં કામ કરતા મિત્રો પાસેથી મોબાઈલમાં વીડિયો મંગાવીને લોકો ખરેખરમાં લોકડાઉનનો અર્થ સમજે તેમજ ચુસ્તપણે પાલન કરે તે માટે એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. અને લોકો તેમના મનપસંદ કલાકારોની વાત માનશે એવી આશા રાખી છે. આ વીડિયોમાં દિગ્ગજ ગુજરાતી કલાકારો લોકડાઉન સમયે શુ કરી રહ્યા છે તેમજ પોતાના વિચારો અને ઘરના સભ્યો સાથેના અનુભવો શેર કરી અને લોકીને મેસેજ આપી રહ્યા છે કે, હજુ લોકડાઉન પૂર્ણ નથી થયું અને હજુ પણ સાવચેતી રાખવી જરૂરી છે.