ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ આવતીકાલે યોજાનારા વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જ - વર્ચ્યૂઅલ સંવાદ

રાજકોટ સહિત આવતીકાલે દેશભરમાં વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન યોજવાનું છે. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂ કરવાના છે. રાજકોટ શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવામાં આવવાની હતી. જેની જગ્યાએ હવે 6 સ્થળોએ જ વેક્સિન આપવામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લામાં 3 જગ્યાએ આ વેક્સિન આપવાનો કાર્યક્રમ ગોઠવમાં આવશે. રાજકોટ પીડિયુ કૉલેજ ખાતે પીએમ મોદી વર્ચ્યૂઅલ સંવાદ કરશે.

રાજકોટ આવતીકાલે યોજાનારા વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જ
રાજકોટ આવતીકાલે યોજાનારા વેક્સિનેશન માટે સંપૂર્ણ સજ્જ

By

Published : Jan 15, 2021, 3:44 PM IST

  • રાજકોટમાં કોરોના વેક્સિનેશન અભિયાન માટે તમામ તૈયારી પૂર્ણ
  • રાજકોટમાં 6 આરોગ્ય કેન્દ્ર પર 100-100 વ્યક્તિને અપાશે કોરોના રસી
  • પીડીયુ હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે લાભાર્થીઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ

રાજકોટઃ શહેરમાં અગાઉ 10 સ્થળોએ વેક્સિન આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી તેમાં ફેરફાર થયો છે. આમાં રાજકોટ શહેરમાં 6 સ્થળોએ જ્યારે રાજકોટ જિલ્લામાં 3 સ્થળોએ વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગોંડલ, જેતપુર, જસદણ ખાતે વેક્સિન આપવામાં આવશે.

રાજકોટમાં 6 આરોગ્ય કેન્દ્ર પર 100-100 વ્યક્તિને અપાશે કોરોના રસી

એક સેન્ટરમાં 100 વ્યક્તિઓને આપશે વેક્સિન

રાજકોટમાં વેક્સિન પ્રક્રિયાને લઈને કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ 6 આરોગ્ય કેન્દ્ર ખાતે 100-100 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવશે. એટલે રાજકોટ જિલ્લામાં પ્રથમ દિવસે અંદાજિત 900 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે રાજકોટ પીડિયુ હોસ્પિટલમાં પીએમ મોદી પણ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે.

ABOUT THE AUTHOR

...view details