- ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના
- મેનેજીંગ ટ્રસ્ટી અશોકકુમારની શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં દેવાની સ્પષ્ટપણે ના હતી
- વહીવટી તંત્ર દ્વારા ટ્રસ્ટીને વારંવાર કોવિડ હોસ્પિટલ અને કહેવામાં આવ્યું!
રાજકોટઃશહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે ટ્રસ્ટી અશોકકુમાર મહેતા સવારે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ હોસ્પિટલની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારે કોવિડ માટે હોસ્પિટલમાં આપવી નહોતી, પરંતુ અધિક કલેક્ટર દ્વારા મને બે વાર ફોન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રૂબરૂ મિટિંગમાં બોલવામાં આવ્યો હતા. જેમાં તેમણે અમને શહેરમાં કોરોનાના કેસ વધતા હોવાના કારણે હોસ્પિટલ કોવિડમાં આપો તેમ જણાવ્યું હતું પરંતુ અમે ના પાડી હતી અને જણાવ્યું હતું કે અમે પહોંચી શકીએ એમ નથી ત્યારે કલેક્ટર દ્વારા અન્ય કોવિડ હોસ્પિટલ દ્વારા તમારી હોસ્પિટલ સાંભળવામાં આવશે તેમ જણાવ્યું હતું અને હોસ્પિટલ કોવિડમાં આપવામાં આવી હતી.
મારુ માન્ય હોય તો આગ લાગવાની ઘટના ન બની હોત