ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં નકલી નોટ છાપનારને કોર્ટે જેલની મહેમાનગતિ માણવાની આપી તક - Rajkot Counterfeit Note Printer

રાજકોટમાં ચલણની બનાવટી નોટ (Fake Indian Currency) છાપનારને કોર્ટે સજા ફટકારી છે. આ શખ્સે જમીન વેચી રુપિયા છાપવાનું ચાલુ કર્યું હતું, પોલીસે આ આરોપીને રંગે હાથ ઝડપી (Rajkot Fake Currency Notes) કાર્યવાહી ચાલુ કરી હતી. શું હતુ નોટ છાપવા પાછળનું કારણ જૂઓ...

રાજકોટમાં નકલી નોટ છાપનારને કોર્ટે જેલની મહેમાન ગતિ 'માણવાની આપી તક'
રાજકોટમાં નકલી નોટ છાપનારને કોર્ટે જેલની મહેમાન ગતિ 'માણવાની આપી તક'

By

Published : May 12, 2022, 5:17 PM IST

રાજકોટ: દેશમાં રુપીયા કમાવવા માટે કેટલાક શખ્સો શોર્ટકટ રસ્તો વધારે પસંદ કરતા હોય છે. જેમાં કેટલીક જગ્યાએથી (Fake Indian Currency) ચલણની બનાવટી નોટનું કારખાનું ચલાવતા હોય તેવા પણ સમાચાર સામે આવતા હોય છે. જેમાં કેટલાક શખ્સો ઝડપાતા કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. ત્યારે રાજકોટ શહેરના 150 ફુટ રિંગ રોડ પરની આસ્થા રેસીડેન્સી પાછળ લક્ષ્મણ ઝુલા પાર્ક માંથી ચલણની બનાવટી (Printers Fake Indian Currency) નોટ છાપતા ત્રણ વર્ષ પહેલા એક શખ્સ રંગે હાથ પકડાયો હતો. આ આરોપી નામ ધીરૂ અકબરી છે. જેને અદાલતે તકસીરવાન ઠેરવી અને 10 વર્ષની સજા અને 27 હજારનો દંડનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો :વલસાડ SOGએ મહારાષ્ટ્રમાં નોટ છાપી ગુજરાતમાં ઘુસાડવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

રંગે હાથ પકડી પાડ્યો - રાજકોટ જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું કે, રાજકોટ પોલીસની SOGA 16મી જૂન 2019ના રોજ માહિતીના આધારે રાત્રીના સમયે દરોડો પાડી અરવિંદ અકબરીને 2 હજાર, 500 અને 200ની બોગસ નકલી નોટ છાપતા રંગે હાથ પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે તેની પાસે કુલ 75 હજારની બનાવટી નકલી નોટ ઉપરાંત બનાવટી (Rajkot Counterfeit Note Printer) નકલી નોટ બનાવવાની સામગ્રી, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શા માટે છાપતો હતો નોટ - વધુમાં જાણવા મળ્યું કે, રેડ દરમિયાન આ શખ્સની બોચી દબોચ્યા બાદ તેની પૂછપરછમાં તે ઓઇલ મિલ ચલાવતો હતો, પરંતુ ધંધામાં નુકસાન જતા દેણું થઈ ગયું હતું. ત્યારે દેણું ભરપાઇ કરવા નકલી નોટ છાપતો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે અરવિંદ અકબરી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે દરમિયાન કેસ કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે વોરા ઉપરાંત એ.પી.પી. પરાગ શાહે આરોપી તરફે બીજો કોઇ જ બચાવ લેવામાં આવ્યો ન હોવાથી આરોપીને તકસીરવાન ઠેરવવા રજૂઆત કરી હતી. જે રજુઆતને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે ઓઇલમિલ અરવિંદ અકબરીને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો :રાજકોટમાં દોઢ વર્ષથી નકલી નોટ છાપતા બે કારખાનેદાર ઝડપાયા

પહેલી નોટના ગાંઠિયા ખાધા - મળતી માહિતી મુજબ બનાવટી નોટ છાપતા રંગે હાથ પકડાતો (Rajkot Fake Indian Currency) અરવિંદ અકબરીએ તેલનો ધંધો કરવા ખેતીની જમીન વેચી આ ધંધો શરૂ કર્યો હતો. આઠેક વર્ષ ધંધો સરખો ચાલ્યા બાદ દેણું થઈ ગયું હતું. દેણું ચૂકવવા નકલી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન અરવિંદ અકબરીએ 2 હજાર, 500 અને 200ની નકલી નોટ છાપી હતી. બાદમાં તેને છાપેલી 200ની નકલી નકલી નોટ (Fake Currency Note in Rajkot) પહેલી જ વખત બજારમાં ફરતી કરવા તેને 200ના ગાંઠિયા ખરીદી કર્યાની અરવિંદ અકબરીએ કબૂલાત આપી હતી. અંતે કેસનો અંત આવતા IPC 489એ તેમજ 489બી ની કલમ હેઠળ 10-10 વર્ષ, IPC 489સી ની કલમ હેઠળ 7 વર્ષ અને IPC 489ડી ની કલમ લગાવી સજા ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details