ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Factory Accident: ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ સમયે થયો અકસ્માત, 3ના મોત, એકનો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ - Rajkot Factory Accident

રાજકોટના ગોંડલમાં આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં કેમિકલ બેન્કની વેલ્ડિંગ સમયે અકસ્માત (Accident at Gondal's Highbond Cement Factory) સર્જાયો હતો. તેના કારણે 3 શ્રમિકના મોત થયા છે. જોકે, એક શ્રમિકનો તો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ થઈ (Rajkot Factory Accident) ગયો હતો.

Rajkot Factory Accident: ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ સમયે થયો અકસ્માત, 3ના મોત, એકનો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ
Rajkot Factory Accident: ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં વેલ્ડિંગ સમયે થયો અકસ્માત, 3ના મોત, એકનો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ

By

Published : Apr 25, 2022, 11:48 AM IST

Updated : Apr 25, 2022, 12:38 PM IST

રાજકોટઃ ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીમાં (Accident at Gondal's Highbond Cement Factory) આજે (સોમવારે) વહેલી સવારે અકસ્માત થયો હતો. તેમાં ફેક્ટરીમાં (Accident at Gondal's Highbond Cement Factory) જ કામ કરતા ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે. ત્રણેય શ્રમિકો ફેક્ટરીમાં કેમિકલની બેન્કમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત (Rajkot Factory Accident ) થયો હતો. જ્યારે એક શ્રમિકનો તો ચહેરો પણ ઓળખવો મુશ્કેલ થયો હતો.

અકસ્માતનું કારણ જાણી શકાયું નથી

આ પણ વાંચો-Chemical Plant Fire in Panchmahal : પ્રચંડ વિસ્ફોટ સાથે લાગેલી આગે 2નાં ભોગ લીધાં, અનેક ઇજાગ્રસ્ત થયાં

પોલીસે તપાસ શરૂ કરી - આ અંગે મળતી માહિતી અનુસાર, આજે સવારે 4 વાગ્યે ફેક્ટરીની (Accident at Gondal's Highbond Cement Factory) અંદર કેમિકલની બેન્કમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ અકસ્માત (Rajkot Factory Accident) થયો હતો, જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના 25 વર્ષીય આશિષ સોલંકી, સૂત્રાપાડાના 22 વર્ષીય રાહુલ પંપાણિયા અને ઉત્તરપ્રદેશના બલવા ગોરીના 33 વર્ષીય અમર વિશ્વકર્મા (ઉં.વ.33)ના મોત થયા હતા. જોકે, આ ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા PSI એસ. જી. કેશવાલા અને હેડ કોન્સ્ટેબલ પી. બી. વાલાણી દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

ત્રણ શ્રમિકોના મોત

આ પણ વાંચો-Child Labour In Morbi: મોરબીના ઊંચી માંડલ નજીક સિરામિક ફેક્ટરીમાં દરોડા, 20 બાળ મજૂરોને કરાયાં મુક્ત

અકસ્માતનું કારણ જાણી શકાયું નથી - અકસ્માત કઈ રીતે થયો તે હજુ બહાર આવ્યું ન હોય પોલીસે તપાસ હાથ ધરી છે. સૂત્રોના મતે, ત્રણેય યુવાનો વહેલી સવારે 4 વાગ્યે કેમિકલની બેન્કમાં વેલ્ડિંગ કામ કરી રહ્યા હતા અને અકસ્માત (Rajkot Factory Accident) થયો હતો. તેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 2 યુવાનને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ અન્ય એક યુવાનનું મોત નીપજયું હતું. જ્યારે ત્રીજા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય યુવાનના પરિવારજનોનો સંપર્ક સાધવા કાર્યવાહી હાથ ધરી છે. તેમ જ ત્રણેય યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા.

Last Updated : Apr 25, 2022, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details