રાજકોટઃ રાજકોટમાં એક અઠવાડિયા અગાઉ મહાનગરપાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનિયર એવા પરેશ ચંદ્રકાંત જોશીએ આત્મહત્યા (Rajkot Engineer Paresh Joshi suicide case) કરી લેતા ચકચાર મચી હતી. જ્યારે આ મામલે એન્જીનિયરની પત્ની મિલી જોશીએ બે શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ (RajKot Engineer Suicide Update) નોંધાવી છે. જ્યારે એન્જિનિયરના પરિવારજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના વચ્ચેના અંગત ઝઘડામાં પરાગે ન્યારી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી લીધો છે. ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે મનપા કમિશનર દ્વારા પણ તપાસ કમિટીની રચના (RMC Commissioner formed an investigation committee) કરવામાં આવી છે.
RajKot Engineer Suicide Update : કમિશનરે તપાસ સમિતિ રચી, આંતરિક તપાસ થશે
રાજકોટ કમિશનર અમિત અરોરા એન્જીનિયર આત્મહત્યાના મામલામાં તપાસ સમિતિ રચી છે. જે આ કેસમાં થયેલા આક્ષેપો અંગે મહાનગરપાલિકામાં આંતરિક તપાસ (RajKot Engineer Suicide Update) પણ કરશે.
આ પણ વાંચોઃ Rajkot suicide case:રાજકોટ મનપાના એન્જીનીયરન આત્મહત્યા મામલે નોંધાઇ ફરિયાદ
પોલીસે બે આરોપીઓની કરી છે ધરપકડ
એન્જીનિયર પરેશ જોશી આપઘાત (Rajkot Engineer Paresh Joshi suicide case) મામલે પોલીસે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયૂર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો (RajKot Engineer Suicide Update) નોંધી બંનેને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે મનપા કમિશનર દ્વારા પણ આ કેસમાં આંતરિક તપાસ (RMC Commissioner formed an investigation committee) પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટ મનપા કમિશનરે જિલ્લામાં કોરોનાના કેસો અંગે આપી જાણકારી