ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Draft Budget 2022: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ - રાજકોટ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ

રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મનપાના કમિશ્નર (Rajkot Draft Budget 2022) અમિત અરોરા દ્વારા આજે બુધવારે રૂપિયા 2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ (Municipal Corporation Rajkot)કરવામાં આવ્યું હતું.

Rajkot Draft Budget 2022: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂ.2334.94 કરોડનું  ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
Rajkot Draft Budget 2022: રાજકોટ મનપા કમિશનર દ્વારા રૂ.2334.94 કરોડનું  ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

By

Published : Feb 2, 2022, 10:37 PM IST

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના (Rajkot Draft Budget 2022) કમિશ્નર અમિત અરોરા દ્વારા આજે રૂ.2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ મનપાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને સોંપ્યું હતું. આ બજેટમાં વિવિધ (Municipal Corporation Rajkot) નવા ભળેલા વિસ્તારમાં સ્થાનિકો માટે નવા પાર્ક બનાવવાની યોજનાઓ, તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓના નિવારણ માટે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પણ બનાવમાં આવશે.

આ પણ વાંચો:રાજકોટ મનપા કમિશનરે જિલ્લામાં કોરોનાના કેસો અંગે આપી જાણકારી

નવા કોઈ પણ કરવેરા શહેરીજનો પર નહિ

વાહન વેરામાં 2.50 ગણો વધારો કરીને વધારાની રૂ 1.15 કરોડની આવક કરવાનું કમિશનરે સુચવ્યું છે. વાહન વેરામાં હાલ સુધી રૂ.1 લાખ સુધીની કિંમતના વાહનો પર 1 ટકો અને 1 લાખથી વધુ કિંમતના વાહનો પર 2 ટકા વાહન વેરો વસુલવામાં આવતો હતો, પરંતુ બજેટમાં કમિશનરે હવેથી કિંમત આધારિત વાહન વેરો વસુલવા સુચવ્યું છે, જેમાં રૂપિયા 1 લાખ સુધીની કિંમતના વાહનો પર હાલ સુધી 1 ટકો હતો તેના બદલે 2.50 ટકા વાહન વેરો વસુલવા અને રૂ. 1 લાખથી 50 લાખની કિંમત સુધીના વાહનો પર વાહનોની કિંમત અનુસાર નિયત કરેલા સ્લેબ મુજબ 2.50 ટકાથી 5.00ટકા સુધીનો વાહન વેરો વસુલવા કમિશનરે સુચવ્યું છે.

બજેટમાં વિશેષ કોઇ નવી યોજનાઓ નહિ

ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ચાલુ નાણાકિય વર્ષનું રિવાઇઝડ અંદાજપત્ર પણ રજૂ કરાયું હતું. આજથી જ સ્ટેન્ડિંગ કમિટીએ બજેટનો અભ્યાસ શરૂ કરી દીધો છે. બજેટમાં વિશેષ કોઇ નવી યોજનાઓ નથી, પરંતુ મહદઅંશે જૂની યોજનાઓ જ રિપિટ કરવામાં આવી છે. લોકરંજક કહી શકાય તેવી નાની પરંતુ મહત્વની અને લોકઉપયોગી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે રીંગ રોડ પર લોજિસ્ટિક કોરીડોર બનાવવા રૂ 1.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ જોગવાઇ છે.

આ પણ વાંચો:Municipal Corporation Rajkot : રાજકોટ મનપા દ્વારા રુપિયા 3 હજારમાં ઘર ભાડે અપાશે

બજેટમાં જાહેર કરવામાં આવેલી નવી યોજનાઓ

-પુનિતનગર ચોક પર ઓવરબ્રીજ
-ભાવનગર રોડથી માલીયાસણ પાસેના રીંગ રોડ-2ને જોડતો લોજીસ્ટીક કોરીડોર રોડનું આયોજન
-રાજકોટના તમામ વોર્ડમાં વિદ્યાર્થીઓ, પરીક્ષાર્થીઓ માટે રીડીંગ રૂમ
-નવા ભળેલા 5 ગામો માટે 49.16 કરોડની જોગવાઇ
-વધુ વિસ્તારોમાં ડીઆઇ પાઇપલાઇન માટે 30.14 કરોડ
-વોર્ડ નં.12ના મવડીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડોર સ્ટેડીયમ
-રેસકોર્ષના ફુટબોલ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેવેલીયન
-આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક, મુંજકા, વાવડીમાં નવા ગાર્ડન
-શીતલ પાર્ક પાસે હાઇજેનીક ફૂડ કોર્ટ
-સાંઢીયા પુલ વિસ્તૃતિકરણ માટે ફરી જોગવાઇ
-વોર્ડ નં.11 મોટા મવા સ્મશાન પાસે બ્રીજનું વાઇડનીંગ
- ગવરીદડ ખાતે 17.80 કરોડના ખર્ચે 4 મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ
-રામવન સહિતના વિસ્તારોમાં લાઇટીંગ, હાઇમાસ્ટ લાઇટ
-2 નવા આરોગ્ય કેન્દ્રો, દવાખાનાના અપગ્રેડેશન
-વેકસીન, દવા સ્ટોરેજ માટે માધાપરમાં ડેપો
-કોઠારીયામાં નવું સામુહિક આરોગ્ય કેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details