- રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરને તંત્ર સજ્જ
- જિલ્લા કલેકટર મીડિયા સમક્ષ કર્યુ સંબોધન
- ત્રીજી લહેરમાં 14 હજાર જેટલા બેડની તૈયારીઓ
રાજકોટઃ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લા વહીવટી તંત્રની તૈયારી અંગે પ્રેસ કોંફરન્સ કરી મીડિયાને સંબોધન કર્યુ છે. કહ્યુ કોરોનાની ત્રીજી લહેર માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લા અને શહેરમાં 23 જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થપવામાં આવશે. આરોગ્ય માટે કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે. ત્યારે બીજી લહેરમાં બેડની અછતના કારણે ત્રીજી લહેરમાં 14 હજાર જેટલા બેડની તૈયારીઓ કરવામાં આવશે. ગામડાંઓમાં ગેરમાન્યતાઓને લીધે વેક્સીન નથી લેવામાં આવતી. આથી સામાન્ય નાગરિકને જાગૃત કરવા અધિકારીઓ સત્તત કાર્યરત છે.