રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે ઘણા બધા લોકો અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. જ્યારે કેટલાક લોકો કામધંધા બંધ હોવાના કારણે આંતરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેઓ પોતાના વતન જવાની માંગ કરી રહ્યાં છે. એવા રાજકોટ જિલ્લામાંથી અલગ-અલગ રાજ્યમાં અત્યાર સુધીમાં 5 જેટલી સ્પેશિયલ ટ્રેન મારફતે પરપ્રાંતિયોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે શ્રમિકો માટે 9 ટ્રેન બૂક કરાવી - rajkot lock down 3.0
સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે ઘણા બધા લોકો અલગ-અલગ જગ્યાએ ફસાયા છે. જ્યારે કેટલાક લોકો કામધંધા બંધ હોવાના કારણે આંતરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તેઓ પોતાના વતન જવાની માગ કરી રહ્યા છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરે શ્રમિકો માટે 9 ટ્રેન બુક કરાવી
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા હજુ પણ વધારાની 9 ટ્રેનને બૂક કરાવી છે. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સુધી શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવશે. આગામી 5 દિવસમાં 9 ટ્રેનો જશે. મધ્યપ્રદેશ તરફ 3 ટ્રેન, ઉત્તરપ્રદેશ તરફ 5 ટ્રેન અને બિહાર તરફ 1 ટ્રેન મોકલવામાં આવશે. આમ રાજકોટ જિલ્લામાંથી જવા માંગતા શ્રમિકોને પોતાના વતનમાં પરત મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.