- Rajkot District Bankનું નામ બદલાયું
- નામ બદલાઈને વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેંક ભવન થશે
- 62મી વાર્ષિક સામાન્ય સભામાં લેવાયો નિર્ણય
રાજકોટ: આજે રાજકોટ જિલ્લા બેંકની (Rajkot District Bank) 62મી સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સભા બેંકના વર્તમાન ચેરમેન અને રાજ્યના કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાની (Jayesh Radadiya)અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લાની અલગ અલગ શાખાઓના પ્રમુખો સહિતના બેન્ક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સામાન્ય રીતે દર વર્ષે રાજકોટ જિલ્લા બેંકની સામાન્ય સભા યોજાય તેમ આ વર્ષે પણ વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં બેન્ક દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અને બેંકનું નફાનુકશાન તમામ બાબતો જાહેર કરવામાં આવી હતી.
બેંકનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા જિલ્લા બેન્ક રખાયું
રાજકોટ જિલ્લા બેંક (Rajkot District Bank) ના ચેરમેન અને કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા (Jayesh Radadiya)દ્વારા સભામાં લેવામાં આવેલ નિર્ણય અંગે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા બેંકનું નામ બદલીને વિઠ્ઠલભાઈ રાદડિયા બેન્ક ભવન (Vitthal Radadiya Bank) રાખવામાં આવશે. જેઓ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લડત ચલાવનાર ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ અને બેંકના પાયા સમાન હતાં. જેમના નામથી આ બેંકની હેડઓફિસ હવેથી ઓળખાશે. જ્યારે બેંકની બહાર સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા પણ મુકવામાં આવશે. તેવી નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લા બેન્કની સામાન્ય સભા યોજાઈ, ખેડૂત લક્ષી 6 યોજનાઓ કરાઈ જાહેર